- ધીરજસાહૂ ના ઘરમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા
- પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી પ્રતિક્રિયા
- કહ્યું જનતા પાસેથી લૂંટ્યુ છે, પાઇ પાઇ પાછી આપવી પડશે
ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઘરમાંથી કરોડો રૂપિયા જપ્ત કરાયા હતા. જેને લઇને પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી.. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર હાસ્ય સાથે લખ્યુ કે દેશવાસીઓ આ નોટોનો ઢગલો જોઇલો. પછી આ નેતાઓના ઇમાનદારીના ભાષણો સાંભળજો. પીએમ મોદીએ વધુમાં લખ્યુ કે જનતાથી લૂંટ્યુ છે. તેની પાઇ પાઇ પાછી આપવી પડશે. આ મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ પોતાના આ ટ્વિટ સાથે કોંગ્રેસના નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું.
155 કેશ ભરેલી બેગ જપ્ત
મહત્વનું છે કે ઓડિશા સ્થિત ડિસ્ટિલરી જૂથ પર આવેકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. સતત ત્રીજા દિવસે 155 કેશ ભરેલી બેગ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જે મળીને અત્યાર સુધીમાં કુલ 220 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. બોલાંગીર જિલ્લામાં સ્થિત સુદાપાડામાં દરોડા પાડવામાં આવ્યા હતા. 156 બેગમાંથી માત્ર 6/7 બેગની ગણતરી થઈ છે.
દરોડા ક્યાં પડ્યા?
સંબલપુર, બોલાંગીર, તિતિલાગઢ, બૌધ, સુંદરગઢ, રૌરકેલા અને ભુવનેશ્વર સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. લક્ષિત ડિસ્ટિલરી જૂથે હજુ સુધી દરોડાની પ્રતિક્રિયા અંગે માહિતી આપી નથી. પશ્ચિમ ઓડિશામાં દેશી દારૂના અગ્રણી ઉત્પાદક અને વિતરક બલદેવ સાહુ એન્ડ ગ્રૂપ ઓફ કંપનીઝ પર દરોડા દરમિયાન, તેમની બોલાંગીર ઓફિસમાંથી 200 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. અગાઉ આઇટી ટીમે સુંદરગઢ શહેરમાં સ્થિત સરગીપાલીમાં રહેઠાણો, ઓફિસો અને ડિસ્ટિલરીઓમાં પણ સર્ચ હાથ ધર્યું હતું.
ઓડિશામાં અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી
ભુવનેશ્વરના પલાસાપલ્લી ખાતે આવેલી બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડની કોર્પોરેટ ઓફિસની સાથે કંપનીના અધિકારીઓના રહેઠાણો, કંપનીની ફેક્ટરી અને બૌધ અને રાણીસતી રાઇસ મિલ ખાતેની ઓફિસની પણ સર્ચ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આઈટી કમિશનર શરત ચંદ્ર દાસે કહ્યું કે ઓડિશામાં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી હોઈ શકે છે.
ઓડિશામાં સૌથી મોટી જપ્તી
ભુવનેશ્વરના પલાસાપલ્લીમાં બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડના કાર્પોરેટ કાર્યાલયની સાથે સાથે કંપનીના અધિકારીઓના આવાસ, બૌધમાં કંપનીની ફેક્ટરી અને કાર્યાલય અને રાનીસતી રાઇસ મિલની પણ તપાસ કરવામાં આવી. પૂર્વ આઇટી આયુક્ત શરત ચંદ્ર દાસે કહ્યું કે આ ઓડિશામાં આયકર વિભાગ દ્વારા કરવામાં આવી જે અત્યાર સુધીની સૌથી મોટી કેશ જપ્તી થઇ શકે છે.


