- પીએમ મોદી 14 નવેમ્બરે પહોંચશે રાંચી
- રાંચીમાં રોડ શૉને લઇને ચુસ્ત તૈયારીઓ
- 15 નવેમ્બરે બિરસા મુંડાના જન્મસ્થળની લેશે મુલાકાત
એકવાર ફરી પીએમ મોદી ઝારખંડના રાંચી જવાના છે. મંગળવારે તેઓ રાંચી પહોંચશે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદીનો ઝારખંડનો પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહયો છે.
14 નવેમ્બરે પીએમ મોદીનો રોડ શૉ
પીએમ મોદીના કાર્યક્રમને લઇને બીજેપીના નેતાઓ, સાંસદ તથા ધારાસભ્યોની બેઠક રાંચીમાં મળી. જેમાં સંગઠન મહામંત્રીએ તમામ કાર્યકર્તાઓને પીએમમોદીના મિનટ ટુ મિનટ કાર્યક્રમની જાણકારી આપી. પીએમ મોદી 14 નવેમ્બરની રાતે 8 કલાકે રાંચી પહોંચશે. રાજભવન સુધી વિવિધ ચોક અને ચાર રસ્તાઓ થઇને તેઓ રોડ શો પણ કરશે. જેને લઇને રસ્તાની બંને બાજુ બેરિકેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મામલે કાર્યકર્તાઓ તથા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
15 નવેમ્બરે જશે ખુંટી
બીજા દિવસે બુધવારે એટલે કે 15મી નવેમ્બરે પીએમ ખુંટી જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને પ્રદેશ ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પીએમ મોદીની ખુંટી મુલાકાતને લઈને રાંચીમાં રાજકીય અને વહીવટી સ્તરે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. PM મોદીની મુલાકાતને લઈને સોમવારે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીની અધ્યક્ષતામાં આ બેઠકમાં પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યોએ ભાગ લીધો હતો. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી નાગેન્દ્ર ત્રિપાઠી અને સંગઠન મહાસચિવ કર્મવીર સિંહની હાજરીમાં તમામ નેતાઓ અને કાર્યકરોને કાર્ય સોંપવામાં આવ્યું હતું. પીએમ મોદી 15 નવેમ્બરના રોજ અમર શહીદ બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુ અને ખુંટી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને અહીં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.