પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા, આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફુલોનો ગુલદસ્તો પણ ભેટમાં આપ્યો અને આ મુલાકાત વિશે જાણકારી પણ આપી, તેમની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર(14 ફેબ્રુઆરી)એ ફ્રાંસ અને અમેરિકાની તેમની મુલાકાત પૂર્ણ કરીને દિલ્લી પરત ફર્યા છે. ત્યાં જ રવિવારે તેઓ રાષ્ટપતિ ભવન પહોંચ્યા હતા, અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા, આ મુલાકાત દરમિયાન તેમનુ ફૂલોથી સ્વાગત પણ કરાયુ હતુ. અને તે મુલાકાત વિશે જાણકારી પણ આપી હતી. ત્યાં જ તેમની મુલાકાતની તસવીરો પણ સામે આવી, જેને રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
વેપાર, સંરક્ષણ, સુરક્ષા, ઊર્જા અને ટેકનોલોજી
પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત ખૂબ જ સફળ રહી. અને તેમણે ફ્રાન્સમાં AI સમિટની સહ-અધ્યક્ષતા કરી, અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી પીએમની તેમની સાથે આ પહેલી મુલાકાત રહી હતી. બંને નેતાઓ વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવ્યા અને એકબીજાનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતુ. બંને વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી, જેમાં વેપાર, સંરક્ષણ, સુરક્ષા, ઊર્જા અને ટેકનોલોજી સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીનું સ્વાગત કર્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતુ. પ્રધાનમંત્રીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી, બંને દેશોએ 10 એમઓયુ/કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ઘણા મોટા કરારો છે.
પીએમ મોદી પણ આ લોકોને મળ્યા
પીએમ મોદીએ યુએસ એનએસએ માઈકલ વોલ્ટ્ઝ, એલોનમસ્ક, વિવેક રામાસ્વામી, નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સહિત ઘણા અધિકારીઓ અને બિઝનેસ લીડર્સ સાથે પણ વાતચીતો કરી હતી. ઉદ્યોગપતિ એલોન મસ્ક તેમના પરિવાર સાથે પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમએ મસ્કના બાળકોને ભેટ પણ આપી હતી.