- મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું PMના હસ્તે ઉદ્ઘાટન કરાશે
- રૂ. 20,000 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવ્યો બ્રિજ
- મુસાફરીનો સમય 2 કલાકથી ઘટીને લગભગ 20 મિનિટ થઈ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈમાં ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. આ સાથે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 2 કલાકથી ઘટીને લગભગ 20 મિનિટ થઈ જશે.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન
ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. મુંબઈ-નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ બે કલાકથી ઘટીને લગભગ 20 મિનિટ થઈ જશે. એટલે કે આ બ્રિજના ઉદ્ઘાટન બાદ હવે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં માત્ર 20 મિનિટનો સમય લાગશે. આ પુલ શનિવારથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવાથી દરેક વાહનને લગભગ 300 રૂપિયાના ઈંધણની બચત થશે.
રૂ. 20,000 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવ્યો બ્રિજ
સૌથી લાંબા દરિયાઈ પુલ રૂ. 20,000 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક નવી મુંબઈમાં NH-4B પર મુંબઈમાં સિવરીને ચિર્લેથી જોડશે. આ બ્રિજના નિર્માણથી સીવડીથી ચિરલે સુધીનું સડક માર્ગનું અંતર 52 કિલોમીટરથી ઘટીને 21.8 કિલોમીટર થઈ જશે. આ સાથે મુસાફરીનો સમય જે લગભગ બે કલાકનો છે તે ઘટીને માત્ર 20 મિનિટ થઈ જશે. અટલ બ્રિજ પર દરરોજ 70,000 વાહનોની અવરજવર કરવાની ક્ષમતા છે. આનાથી મુસાફરો માટે મુસાફરીનું અંતર અને સમય તો ઘટશે જ પરંતુ દરિયાઈ પુલથી આર્થિક વિકાસમાં પણ મદદ મળશે તેવી અપેક્ષા છે. 6 લેનનો દરિયાઈ પુલ આશરે 22 કિમી લાંબો છે, જેની લંબાઈ સમુદ્ર પર 16.50 કિમી અને જમીન પર 5.50 કિમી છે.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ચાલતા વાહનો માટે આ નિયમો લાગુ
મુંબઈ પોલીસે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર ચાલતા વાહનો માટે નિયમો લાગુ કરવામાં આવશે. જેમાં ફોર વ્હીલર માટે મહત્તમ ઝડપ મર્યાદા 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી હતી. આ વાહનોમાં કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસ અને ટુ-એક્સલ બસનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું કે બ્રિજ પર ચડતી અને ઉતરતી વખતે તેમની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે.
સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રિજ પરની ગતિ મર્યાદા લોકોને જોખમ, અવરોધો અને અસુવિધા અટકાવવા માટે છે. મુંબઈ તરફ જતા મલ્ટી-એક્સલ ભારે વાહનો, ટ્રકો અને બસોને ઈસ્ટર્ન ફ્રીવેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેના બદલે, તેઓએ મુંબઈ પોર્ટ-સિવારી એક્ઝિટ (એક્ઝિટ 1C) અને ‘ગાડી અડ્ડા’ પાસેના MBPT રોડ પરથી પસાર થવું પડશે.


