- વર્ષોથી પાણી માટે ટળવળતા લોકોના વિરોધ બાદ જાગેલું તંત્ર
- ધારાસભ્યે ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ પુલ બનાવવા કરેલી માગ
- રાજપુરા ગામે 400 મીટરની લાઇન નખાશે
નસવાડી તાલુકાના રાજપુરા ગામે પોચંબા પાણી પુરવઠા યોજનાની લાઈનની કામગીરી શરુ કરાઈ હતી. જયારે એક ખેડૂતના ખેતરમાં આવેલ બોરમાં મોટર નાખીને પાણી ખેડૂત પૂરું પાડશે. ધારાસભ્યે ગામની મુલાકાત લેતા લોકોએ પુલની રાજુઆત કરી છે. વર્ષોથી પોચંબા પાણી પુરવઠાની લાઈન કરાતી નહતી. લોકોના વિરોધ બાદ તંત્ર જાગ્યું હતું.
નસવાડી તાલુકાના રાજપુરા ગામના લોકો એ પાણી ની તંગી ને લઈને તંત્ર ને જગાડવા માટે ઢોલનગારા વગાડયા હતા અને પાણી ની માંગણી કરી હતી જેને લઈને તંત્ર હડકંપ માં આવ્યું ત્યાર બાદ પાણીપુરવઠા ના અધિકારીઓ તાત્કાલિક રાજપુરા ગામે દોડી આવ્યા હતા અને પોચમ્બા પાણીપુરવઠા યોજનામાં ગામ સુધી પાણીની લાઈન ન હતી જેને લઈને તાત્કાલિક લાઈનની કામગીરી શરૂ કરાઇ હતી જયારે ગ્રામ પંચાયત સત્તાધીશો એ તેઓની માલિકી ના બોર સુકાઈ જતા એક ખેડૂત ના ખેતર માં મોટર ઉતારી ને ખેડૂતે પાણી આપવા માટેની જવાબદારી ઉઠાવતા તે ખેડૂત હાલ તેના ખેતરના બોરમાંથી પાણી આપે છે
રાજપુરા ગામે 400 મીટરની લાઇન નખાશે
નસવાડી તાલુકા ના રાજપુરા ગામે પાણીપુરવઠા ના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ 400 મીટરની લાઈન નાખીને પોચંબા પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવા માટે કામગીરી શરુ કરવામાં આવી છે ત્રણ ચાર દિવસ સુધી લાઈનનું ટેસ્ટિંગ કરીને ટાંકીમાં પાણી ભરવામાં આવશે તેની કામગીરી શરુ કરવામાં આવી છે.
ગામનો એક ખેડૂત લોકોને પાણી આપે છે
નાગજીભાઈ જેઠાભાઇ રાઠવા સરપંચ પતિ ના જણાવ્યા મુજબ ગામના વોટરવર્કસ ના બોર સુકાઈ ગયા છે જયારે એક ખેડૂત ના ખેતર માં મોટર ઉતારીને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને લોકો ને પાણી મળે તે રીતે રોજ બે કલાક ખેડૂતના ખેતરના બોરમાંથી એક ફડિયાને પાણી આપવામાં આવે છે. પાણીની તંગીની ફરિયાદને લઈને ધારાસભ્ય પણ ગામની મુલાકાત લીધી હતી.


