- કોંગ્રેસ સારી વાતનું સમર્થન નથી કરતીઃશાહ
- કલમ 370 અલગાવવાદને સમર્થન આપતી હતીઃશાહ
- ઇતિહાસને 1000 ફૂટ નિચે દફન કરશો તો પણ વટવૃક્ષ બની બહાર આવશે
જમ્મુ – કાશ્મીર પુર્નગઠન સંશોધન બિલ 2023 પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજયસભામાં ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપ્યો અને કહ્યું કે, જમ્મૂ કાશ્મીર માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અમિત શાહે કહ્યું કે હવે કાશ્મીરી પંડિતો જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણીમાં મત આપી શકશે, કાશ્મીરમાં રહી શકશે અને ચૂંટણી લડી શકશે અને મંત્રી પણ બની શકશે.
નિર્ણય કાયમ માટે યાદ રહેશે
આ સાથે જ અમિત શાહે કહ્યું કે, હવે J&K સંવિધાનનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ SCના ચુકાદાને પણ કોંગ્રેસ સ્વીકારી રહી નથી. કોંગ્રેસ સારી વાતનું સમર્થન કરતી નથી. કલમ 370 અલગાવવાદને સમર્થન આપતી હતી. તેમજ દેશહિતમાં ખોટા નિર્ણયોને સુધારવા જરૂરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે અમારી સરકારે એવા યુવાનોના હાથમાં લેપટોપ આપ્યા છે જેઓ જમ્મુ-કાશ્મીરમાં પથ્થરો લઈને ફરતા હતા. આપણે નિર્ણય લઈ શકીએ છીએ, આપણે ભાગી શકતા નથી. ઈતિહાસ 370ના નિર્ણયને યાદ રાખશે
ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરના ઈતિહાસને યાદ કરતાં જણાવ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં 42000 પરિવારોના મોત થયા.વર્ષો બાદ જમ્મુ – કાશ્મીરના લોકોને ન્યાય મળ્યો છે. મોદી સરકાર ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે. ઇતિહાસને 1000 ફૂટ નિચે દફન કરશો તો પણ વટવૃક્ષ બની બહાર આવશે.
કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ
આ સાથે જ PoK મુદ્દે અમિત શાહે કહ્યું કે, PoK ભારતનું છે. નેહરુએ અડધું કાશ્મીર છોડી દીધું હતું. પણ સવાલ ઉભા કરનારને જવાબ મળ્યા છે. કાશ્મીરીઓ પોતાના જ દેશમાં વિસ્થાપિત થયા છે. અલગાવવાદથી આતંકવાદનો જન્મ થયો છે. જેનો પણ અંત આવશે. જમ્મુ-કાશ્મીરને રાજયનો દરજ્જો મળશે. દેશની એક ઈંચ જમીન પણ નહીં જવા દઈએ. અમિત શાહે સવાલ ઉઠાવ્યો કે કલમ 370 અન્ય રાજ્યમાં કેમ લાગુ કરવામાં આવી નથી. એ પણ પૂછ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સેના મોકલવામાં વિલંબ કેમ થયો. નેહરુ પીઓકેનો મુદ્દો યુએનમાં કેમ લઈ ગયા?


