By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: PoK: પીઓકેના કાશ્મીરીઓ પાકિસ્તાનથી શા માટે સ્વતંત્રતા ઈચ્છે છે, જાણો ફુલ સ્ટોરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PoK: પીઓકેના કાશ્મીરીઓ પાકિસ્તાનથી શા માટે સ્વતંત્રતા ઈચ્છે છે, જાણો ફુલ સ્ટોરી

agragujaratnews
Last updated: 2024/05/13 at 7:32 PM
2 years ago
Share
PoK: પીઓકેના કાશ્મીરીઓ પાકિસ્તાનથી શા માટે સ્વતંત્રતા ઈચ્છે છે, જાણો ફુલ સ્ટોરી
SHARE

  • પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ જનતાનું વિરોધ પ્રદર્શન
  • 76 વર્ષથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બનેલા પીઓકેની સ્થિતિ સ્ફોટક
  • પીઓકેના સ્થાનિકોમાં સસ્તી વીજળી, ઘઉંનો લોટ સસ્તો અને મોંઘવારીમાં રાહત મળે તેવી માંગ

પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પીઓકેની જનતા માર્ગો પર ઉતરી આવી છે. પીઓકેમાં ત્રણ દિવસથી સતત હિંસક પ્રદર્શન યથાવત્ છે. જો કે હાલ તો આ વિરોધની આગ સળગી રહી છે અને શાંત થવાના કોઈ એંધાણ નથી. પીઓકેમાં આઝાદીનો સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, હિંસક પ્રદર્શનોમાં એક પોલીસ અધિકારીનું મોત થઈ ગયું છે. 100 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પીઓકેમાં આ વિરોધ પ્રદર્શન જમ્મુ-કાશ્મીર જ્વોઈન્ટ એક્શ કમિટીના બેનર હેઠળ થઈ રહ્યું છે. મીરપુરના એસએસપી અનુસાર આ હિંસક વિરોધ પ્રદર્શનમાં એક એસઆઈનું ઘટનાસ્થળે મોત થયું છે.

પીઓકેમાં પાકિસ્તાનથી આઝાદી માટે આંદોલન ઉગ્ર બન્યું 

પીઓકેની સ્થાનિક અવામી એક્શન કમિટીમાં મોટાભાગના વેપારીઓ છે. તેઓએ સસ્તો ઘઉંનો લોટ, સસ્તી વીજળી અને ધનિકોને મળતી સગવડોને સમાપ્ત કરે એવી માંગ કરી છે. મળતી માહિતી અનુસાર, પોલીસે અવામી એક્શન કમિટીના 70થી વધુ કાર્યકરોની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફે તમામ રાજકીય અને સ્થાનિક પક્ષોને સંયમ રાખવા અને ચર્ચા કરી મુદ્દાને ઉકેલવા વિનંતી કરી છે.

પીઓકેની વર્તમાન સ્થિતિ શું છે?

આમ તો જોવા જઈએ તો પીઓકેમાં ઘણીવાર વિરોધ પ્રદર્શનો થતા રહેતા હોય છે. પરંતુ આ વખતે આ પ્રદર્શન હિંસામાં તબદિલ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે પીઓકેના જુદા-જુદા વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. મીરપુરમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સર્વિસ બંધ થઈ છે.

પોતાની માંગણીઓને લઈ અવામી એક્શન કમિટીએ શુક્રવારે શટર ડાઉન અને ચક્કાજામની જાહેરાત કરી હતી. શનિવારે કમિટી કોટલીથી મુજફફરાબાદ સુધી માર્ચ કાઢી હતી. પરંતુ ત્યાં જેએએસીએ જણાવ્યું કે હિંસાથી એક્શન કમિટીને કાંઈ લેવા-દેવા નથી. જેએએસીએના પ્રવક્તાએ આરોપ લગાવતા પ્રદર્શનકારીઓમાં જાણી જોઈને હિંસાની ઉશ્કેરણી કરતા શખ્સોને સામેલ કર્યા જેથી તેઓનું શાંતિપૂર્ણ આંદોલન બદનામ થઈ શકે.

પીઓકેમાં હડતાળનો સોમવારે ચોથો દિવસ છે. પ્રદર્શનકારીઓએ સરકાર પર બહાનાબાજુ કરવાનો આરોપ મૂક્યો છે. પીઓકેમાં સ્થિતિ હજી પણ તણાવપૂર્ણ છે. જો કે હાલ વહીવટી તંત્રએ પીઓકેના તમામ જિલ્લામાં મેળાવડા, રેલીઓ અને જૂલુસ પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે. કલમ-144 પણ લાગુ કરી દેવામાં આવી છે.

તો પછી પીઓકેમાં વિરોધ પ્રદર્શન શા માટે?

 પીઓકેના સ્થાનિક નેતાઓએ પાકિસ્તાન સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. તેણે પીઓકેનું લશ્કરીકરણ કરવાનો પણ દાવો કર્યો છે. ગયા અઠવાડિયે, PoK કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ કહ્યું હતું કે લોકો મોંઘવારી, બેરોજગારી, ઘઉં અને લોટ પર સબસિડી સમાપ્ત કરવા, ટેક્સ અને વીજળી જેવા મુદ્દાઓ પર ગુસ્સમાં છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું કે પીઓકેના લોકોની માંગણીઓને કાયદા અનુસાર ઉકેલવામાં આવશે.

તે જ સમયે, પાકિસ્તાનના નાણાં પ્રધાન અબ્દુલ મજીદ ખાને દાવો કર્યો છે કે એક્શન કમિટીની માંગણીઓ સ્વીકારવામાં આવી હતી અને સમજૂતી પણ થઈ હતી. કરાર હેઠળ, સરકારે લોટ અને વીજળીના ટેરિફ પર સબસિડીના દરોને 2022 ના સ્તરે લઈ જવા માટે સંમત થયા હતા. પરંતુ બાદમાં એક્શન કમિટીએ આ કરારમાંથી પીછેહઠ કરી હતી. પીઓકેમાં વીજળીનો મુદ્દો ઘણા વર્ષોથી ગરમ છે. ફેબ્રુઆરીમાં જ પીઓકેમાં આને લઈને મોટું પ્રદર્શન થયું હતું. પીઓકેમાં રહેતા લોકોનો દાવો છે કે પૈસાદાર અને શક્તિશાળી લોકોને 24 કલાક વીજળી મળે છે, જ્યારે ગરીબ લોકોને 18-20 કલાક વીજળી મળે છે. અહીંના કાર્યકર્તાઓ દાવો કરે છે કે કલાકોમાં ઘટાડો કરવા છતાં, વ્યક્તિએ ભારે વીજળી બિલ ચૂકવવું પડે છે.

પીઓકે કેવું છે?

પીઓકે વાસ્તવમાં બે વિસ્તારમાં વહેંચાયેલું છે. પ્રથમ જેને પાકિસ્તાન આઝાદ કાશ્મીર કહે છે. અને બીજું ગિલગિત-બાલ્ટિસ્તાન આઝાદ કાશ્મીરનો હિસ્સો ભારતના કાશ્મીર સાથે જોડાયેલો છે. જ્યારે ગિલગિત બાલ્ટિસ્તાન કાશ્મીરના સૌથી ઉત્તર ભાગમાં લદ્દાખની સરહદે આવું છે. આ સમગ્ર વિસ્તાર 90,972 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. આઝાદ જમ્મુ-કાશ્મીર 13,297 અને ગિલગિત-બાલ્ટિસ્તાન 72,495 વર્ગ કિલોમીટરમાં છે.

રણનીતિને લીધે પીઓકે ખૂબ મહત્ત્વનું છે. આની સરહદ ઘણા દેશોથી લાગે છે. પશ્ચિમમાં આની સીમા પાકિસ્તાનના પંજાબ પ્રાંત અને ખૈબર પખ્તૂનખ્વાહ. ઉત્તર-પશ્ચિમમાં અફઘાનિસ્તાનના વખાં કોરિડોર, ઉત્તરમાં ચીન અને પૂર્વમાં ભારતના જમ્મુ-કાશ્મીર સાથે સરહદ જોડાયેલી છે.

વર્ષ-1949માં સ્વતંત્ર જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને પાકિસ્તાન સરકાર વચ્ચે એક કરાર થયો હતો. આને કરાચી કરાર કહેવાય છે. આ કરાર હેઠળ આઝાદ જમ્મુના નેતાઓને ગિલગિત-બાલ્ટિસ્તાન પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યું હતું. હવે આજની સ્થિતિ એવી છે કે પાકિસ્તાને કાશ્મીરના જેટલા વિસ્તાર પર કબ્જો કર્યો છે તે ખૂબ પછાત છે. આ જ કારણ છે કે આઝાદ કાશ્મીર અને ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકો સ્વતંત્રતાની માંગ કરે છે.

પાકિસ્તાને કઈ રીતે પીઓકે પચાવી પાડયું

ભારતને મળેલી સ્વતંત્રતાના કેટલાક મહિનાઓ પછી 22 ઑક્ટોબર 1947ના દિવસે પાકિસ્તાનમાં હજારો કબાયલીથી ભરેલી સેંકડો ટ્રક કાશ્મીરમાં ઘુસી આવી અને એમનો હેતુ હતો કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાનો. આ એ કબાયલીઓ હતા જેને પાકિસ્તાનની સરકાર અને સૈન્યનો ટેકો મળેલો હતો.

27 ઑક્ટોબર 1947ના દિવસે મહારાજા હરિસિંહે ભારતની સાથે વિલયના દસ્તાવેજ પર સહી કરી. એના બીજા જ દિવસે ભારતીય સૈન્યના ધાડેધાડા કાશ્મીરમાં ઉતરી પડયા હતા અને ધીમે-ધીમે ભારતીય સેનાએ પાકિસ્તાની કબાયલીઓને પાછળ ધકેલી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ત્યારે ગવર્નર જનરલ માઉન્ટબેટની સલાહ પર જવાહરલાલ નહેરુ આ મુદ્દાને એક જાન્યુઆરી 1948ના દિવસે યુનોમાં લઈ ગયા હતા. એ વર્ષ કાશ્મીરને લઈ યુનોમાં ચાર ઠરાવ આવ્યા હતા.

યુનોમાં જ્યાં સુધી આ બધું થઈ રહ્યું હતું ત્યારે પાકિસ્તાનીઓએ કાશ્મીરમાં મોટાપાયે ગેરકાયદે કબ્જો કરી લીધો હતો. યુનોની મધ્યસ્થતાથી બંને દેશ વચ્ચે સિઝફાયર થયું પરંતુ એવું નક્કી થયું કે ભારત પાસે જે કાશ્મીર હતું એટલું ભારતની પાસે જ રહેશે અને જેટલો હિસ્સો પાકિસ્તાને પચાવી પાડયો છે તે તેની પાસે ચાલ્યો જશે. આને જ પીઓકે કહેવામાં આવે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
રાજકોટ

 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક

Editor By Editor 6 days ago
આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ભાજપમાંથી સસ્પેન્ડ દેવુબેન કોંગ્રેસમાં જોડાયા
ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?