- પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં રખાઈ રહી છે નજર
- એન્ટ્રી એકઝીટ પોઇન્ટ પર CCTVના માધ્યમથી વોચ
- વિવાદાસ્પદ પોસ્ટ કરનાર વિરુદ્ધ થઈ શકે ફરિયાદ
જુનાગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ મુદ્દે પોલીસ એલર્ટ થઇ છે. જેમાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં નજર રખાઈ રહી છે. તથા એન્ટ્રી એકઝીટ પોઇન્ટ પર CCTVના માધ્યમથી વોચ રાખવામાં આવી રહ્યું છે. વિવાદાસ્પદ પોસ્ટ કરનાર વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે.
માંગરોળમાં વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થશે
ઉલ્લેખનીય છે કે માંગરોળમાં વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થશે. જૂનાગઢમાં હેટ સ્પિચનો મામલો બિચક્યો છે. લોકોને એસપી હર્ષદ મહેતા દ્વારા વિવાદથી દૂર રહેવા અને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે.
એસપી હર્ષદ મહેતાની જાણો શું છે પ્રતિક્રિયા
આ મુદ્દે જુનાગઢમા એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગઈ 31 જાન્યુઆરીના નરસિંહ સ્કૂલના મેદાનમાં નશામુક્તિના નામે 8થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશામુક્તિ અને સામાજિકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મૌલાનાએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વયમન્સ્ય ફેલાય, તંગદીલી ઉભી થાય અને રાગદ્વેષ ઊભા થાય તેવા પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ ભડકાઉનો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈ તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 153 (ખ), 505 (જે), 188 અને 114ની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તાત્કાલિક તપાસ હાથ ધરાઇ
જ્યારે પોલીસ દ્વારા સ્થાનિક પર કાર્યવાહી અંગે SP એ જણાવ્યું કે, આ ફરિયાદના આધારે આ કાર્યક્રમના સ્થાનિક આયોજક મહમંદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરાને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા અને બીજા આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈ જે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈ જુનાગઢ તેમજ આસપાસના જિલ્લામાં કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.


