- વત્સલ શાહ, નૂતન શાહ, વૈશાખી શાહની ધરપકડ કરવામાં આવી
- હજુ 1 આરોપી ધર્મીન ભતાણીની પોલીસ પકડથી દુર છે
- પોલીસે અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ કરી
વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વત્સલ શાહ, નૂતન શાહ, વૈશાખી શાહની ધરપકડ કરવામાં આવી છે. તેમજ હજુ 1 આરોપી ધર્મીન ભતાણીની પોલીસ પકડથી દુર છે. તેમજ કુલ 20 લોકો સામે ગુનો નોંધાયો હતો. તેમજ પોલીસે અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ કરી છે.
જાણો અગાઉની કાર્યવાહી
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના આરોપીઓ સામે કાર્યવાહી થશે. જેમાં 16 આરોપી સામે 19મી માર્ચ પહેલા ચાર્જશીટ મૂકવાની તૈયારી થઇ હતી. તેમજ 4 વોન્ટેડ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી થશે. તથા મેજિસ્ટ્રેટ રૂબરૂ 164ના નિવેદન નોંધાવ્યા છે.
તપાસમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન ઉપર ભાર મુકાયો
તપાસમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન ઉપર ભાર મુકાયો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે. હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો, 2 શિક્ષકોના મોત થયા હતા. વડોદરા બોટ દુર્ઘટના મામલે એસઆઇટી દ્વારા સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. 4 આરોપીઓ અને લેક ઝોનના એકાઉન્ટન્ટએ મેજિસ્ટ્રેટ સામે રૂબરૂમાં નિવેદન નોંધાવ્યા છે. સંપૂર્ણ તપાસમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન ઉપર ભાર મુકાયો હતો. તથા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પણ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી અપાયો છે.


