બંને શખ્સો સામે કલમ હેઠળ ૧૭ જેટલા ગુનાઓ નોંધાયેલા છે
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડ્રગ્સ, ચોરી તેમજ મારામારી અને જીવલેણ હુમલા સહિતના જુદા જુદા દોઢ ડઝન જેટલા ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સોમાંથી એક શખ્સ કચ્છ નાસી જાય એ પહેલા જ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે દબોચી લીધા હતા.
સલાયા ગામે રહેતા અને ખાનગી કંપનીના સિક્યુરિટી વિભાગમાં નોકરી કરતા અક્રમ રજાક ઈશા સંઘારને પોલીસે અગાઉ આઠ કિલો માદક પદાર્થ (ગાંજો) સાથે ઝડપી લઈ, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલની પરિસ્થિતિમાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ અંગે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ગત સપ્તાહમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. વિગેરેને મળેલી ચોક્કસ બાતમીના આધારે એન.ડી.પી.એસ. એક્ટના ગુનાના ફરારી આરોપી એવા રિઝવાન રજાક સંઘાર (રહે. સલાયા)ને કચ્છના હાજીપીર તરફ જાયતે પૂર્વે ખંભાળિયા-જામનગર માર્ગ પર આરાધના ધામપાસેથી મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. જેની વિધિવત રીતે અટકાયત કરી, તેનો કબજો સલાયા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ફરારી આરોપી એવો સલાયાનો એજાજ રજાક સંઘાર કે જે છેલ્લા કેટલાક સમયથી કચ્છના હાજીપીર વિસ્તારના હોવા અંગેની માહિતીના આધારે એસ.ઓ.જી. પોલીસે ઉપરોક્ત શખ્સને કચ્છના હાજીપીર ખાતેથી ગત તારીખ ૩૦ એપ્રિલના રોજ ઝડપી લઈ અને આગળની તપાસ અર્થે ઉપરોક્ત શખ્સનો કબજો સલાયાના વી.એન. સીંગરખીયાને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ સલાયા ઉપરાંત ખંભાળિયા, જામનગર વિગેરે પોલીસ મથકમાં માદક પદાથીની હેરાફેરી, જીવલેણ હુમલા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, સહિતની જુદી જુદી ગંભીર કલમ હેઠળ ૧૭ જેટલા ગુનાઓ નોંધાયા છે. આવા ગુનાઓ આચરીને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા માટે એસ.ઓ.જી. તથા સલાયા મરીન પોલીસને સફળતા મળી છે.


