- ક્રિસમસ-થર્ટી ફર્સ્ટ દરમિયાન છાકટા થનારા સામે કમિશનરનો નવતર પ્રયોગ
- ક્રિસમસ નિમિત્તે શરૂ થનારો આ પ્રયોગ હવે કાયમ ચાલુ રખાશે
- અમદાવાદ શહેર પોલીસે સતર્કતાના ભાગ રૂપે આ ટ્વિટ કરી જાહેરાત કરી
રાજ્યમાં થર્ટી ર્ફ્સ્ટને લઇને બુટલેગરો બેફમ બનીને દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અજમાવતા હોય છે. ત્યારે શહેરમાં દારૂ પીને છાટકા બનીને ડ્રાઇવ કરનારા સામે પોલીસે લાલઆંખ કરી છે. જેમાં દરવર્ષે ડ્રિન્ડ એન્ડ ડ્રાઇવના 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ઘણા કેસો સામે આવે છે. તેને લઇને શહેર પોલીસ કમિશનર દ્વારા અનોખો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના જે પોલીસકર્મી કેસ કરશે તેને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત ટ્વિટ કરીને આપી હતી. જોકે અમુક કિસ્સાઓમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારાઓ પોલીસની પકડમાં આવી શકતા નથી અથવા તેની છટકબારી શોધીને છટકી જાય છે. તો તેને રોકવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પડાયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે કે, જો શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે. ત્યારે ન્યુ ઈયર અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં દારૂ પાર્ટીઓ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે સતર્કતાના ભાગ રૂપે આ ટ્વિટ કરી જાહેરાત કરી છે. શુક્રવારે રાત્રે પોલીસ પેટ્રોલિંગ શરૂ કરે ત્યારથી જ આ યોજનાનો લાભ લઈ શકશે.


