રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા શિલ્પન નોવા બિલ્ડીંગમાં રહેતા સોની વેપારીના ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા 8 જેટલા સોની વેપારીઓને 1.50 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા
જાણવા મળતી વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર શિલ્પન નોવા એપાર્ટમેન્ટના એ વીંગ માં ફ્લેટ નંબર 1004 માં રહેતા રવિ અશોકભાઈ થડેશ્વર નામના સોની વેપારીના ફ્લેટમાં મોટા પાયે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ, કોન્સ્ટેબલ વનરાજભાઈ લાવડીયા સહિતનો કાફલો શિલ્પન નોવા એપાર્ટમેન્ટ ખાતે દોડી ગયો હતો. જ્યાં ફ્લેટ નંબર 1004 માં અચાનક દરોડો પાડતા પોલીસને જોઈ જુગાર રમતા તમામ વેપારીઓમાં ભારે સોપો પડી ગયો હતો.
પોલીસે જુગાર રમતા રવિ અશોકભાઈ થડેશ્વર ઉપરાંત ઇન્દિરા સર્કલ પાસે મિચીસ રેસ્ટોરન્ટ ની બાજુમાં દેવાલય એપાર્ટમેન્ટ એ 401 માં રહેતા સંજય રમણીકભાઈ થડેશ્વર, કોઠારીયા રોડ પર નંદનવન એપાર્ટમેન્ટ એ 302 માં રહેતા દેવાંગ દિનેશભાઈ જગડા, કાલાવ રોડ પર સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ બી 503 માં રહેતા દર્શન રમેશભાઈ ધકાણ, રૈયા રોડ પર સનસીટી હેવન 501 માં રહેતા બ્રિજેશ અશોકભાઈ ધકાણ, સાધુવાસવાણી રોડ ગોપાલ ચોકમાં ગોલ્ડન એપાર્ટમેન્ટ એ 102 માં રહેતા વિશાલ પ્રવીણભાઈ જગડા, ગીરીરાજ હોસ્પિટલ પાસે 150 ફૂટ રીંગ રોડ પર ચિત્રલેખા એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ પ્રદીપભાઈ ધકાણ અને રૈયા રોડ પર દેવપુષ્પ મેડિકલની બાજુમાં અંબિકા પાર્કમાં મકાન નંબર 7 માં રહેતા મિલન પ્રવીણભાઈ ધાનક સહિત 8 સોની વેપારીઓને પોલીસે ઝડપી લીધા હતા.
તમામ વેપારીઓ અલગ અલગ વિસ્તાર અને સોની બજારમાં દુકાનો ધરાવે છે પોલીસે તમામની ધરપકડ કરી સ્થળ પરથી 1.55 લાખની રોકડ રકમ કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.