- પોલીસે સંદીપ રાજપૂત, અબુ બકરને ઝડપ્યા
- સીપીયુ, લેપટોપ, પેન ડ્રાઈવ, દસ્તાવેજો કર્યા કબજે
- આરોપી અબુ બકર 2007થી કરતો હતો કોન્ટ્રાક્ટનું કામ
નકલી કચેરી અસલી કૌભાંડ મુદ્દે છોટા ઉદેપુર એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી તમામ માહિતી આપી છે. જેમાં બોડેલી ખાતે નકલી ઓફિસ બનાવી અસલી કૌભાંડ કરનાર બે આરોપી સંદીપ રાજપૂત અને અબુ બકરને છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમા આ બંને આરોપો બોડેલી નજીક આવેલ મોડસર ગામ પાસે વ્રજ કોમ્પલેક્ષમાં નકલી ઓફિસ ચલાવતા હતા.
એટલું જ નહીં પોલીસને તપાસ દરમિયાન નકલી ઓફિસમાંથી વિવિધ ફેક દસ્તાવેજો મળી આવ્યા છે. તેમજ ઓફિસમાંથી સીપીયુ, લેપટોપ, પેન ડ્રાઈવ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. તેમજ આરોપી અબુ બકર 2007થી કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો. જ્યારે આ તમામ માટે પોલીસ જિલ્લા પોલીસ વડાએ SITની રચના કરી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ SIT સમગ્ર કૌભાંડની તપાસ કરશે જેના અધ્યક્ષ ડી.એસ.પી. રહેશે.
તેમજ પોલીસે જણાવ્યું કે, SITના સભ્યોમાં તપાસ અધિકારી અરુણ પરમાર તેમજ ત્રણ સબ ઇન્સ્પેક્ટર સામેલ છે. ડી.એસ.પી.એ કૌભાંડીઓએ ખોલાવેલા કોટક બેન્કનું ખાતું સીઝ કર્યાનો ખુલાસો કર્યો હતો. તપાસમાં તેઓ દ્વારા કોટક બેન્કના ખાતામાંથી કોને કોને ચુકવણા કરવામાં આવ્યા છે. તેની પણ તપાસ કરવામાં આવશે.
આ તરફ તપાસ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના એસપી દ્વારા CDR અને બેન્ક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવશે અને તેના આધારે તપાસ થશે. જે એકાઉન્ટમાં 4.15 કરોડ રૂપિયા ચૂકવાયા તે એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યુ છે. એકાઉન્ટ ઘણા સમય પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યું છે, તેમાં નાણાં હાલ નથી. સંદીપ રાજપૂત બીકૉમ સુધી ભણ્યો છે અને સરકારી કમો કરતો હતો, જ્યારે અબુબકર સૈયદ 2007થી સરકારી કોન્ટ્રાકટના કામ કરતો હતો. આ મામલે હજી પણ ઘણાં મુદ્દાઓ પર ખુલાસા થઈ શકે છે.