- 414 પેટી મળી 17,85 હજારનો દારૂનો જથ્થો કર્યો જપ્ત
- 27.95 લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઇવરની ધરપકડ
- પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવર અજય સૈદની કરી ધરપકડ
વડોદરા ગ્રામ્ય એલસીબી નો સપાટો બોલાવ્યો છે. ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ નજીક ભરથાણા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. પોલીસે ભરૂચ તરફથી આવતી ટ્રકને રોકી તપાસ હાથ ધરી હતી. 17.85 લાખની કિંમતનો દારુ ભરેલો ટેમ્પો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી.ની ટીમ કરજણ પાસેના ભરથાણા ટોલનાકા પર વાહનોનું ચેકીંગ કરી રહી હતી.
આ અંગેની માહિતી અનુસાર, દારુની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત વોચમાં છે. આ ઘટના દરમિયાન ભરૂચ તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો ભરેલી 414 પેટી મળી આવી હતી. ટેમ્પોચાલક અજય મારૂતી સૈદ દારુની પેટીઓ તાડપત્રી ઢાંકીને લઇ જતો હતો. આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલા વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના વ્યક્તિએ ભરાવ્યો હતો.
તપાસ દરમિયાન અશોક લેલેન્ડ ટ્રકમાંથી મળ્યો મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળ્યો છે. ઇંગ્લિશ દારૂની 414 પેટી મળી 17,85 હજાર ઉપરાંત ઇંગલિશ દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે કુલ 27 લાખ 95 હજારના ઇંગ્લિશ દારૂ ના મુદ્દા માલ સાથે ડ્રાઇવર અજય સૈદ ની ધરપકડ કરી છે. ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગર જઈ રહ્યો હતો. કરજણ પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


