- ફરી એકવાર પાકિસ્તાનમાં પોલિયોના નવ કેસ સામે આવ્યા
- ભારતમાં દાયકાઓ પહેલા પોલિયો સંપૂર્ણપણે નાબૂદ થયો છે
- પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ઝોબ જિલ્લામાં પોલિયાના કેસ નોંધાયા
ભારતમાં દાયકાઓ પહેલા પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હોવા છતાં પાડોશી દેશ પાકિસ્તાન હજુ પણ આ રોગ સામે ઝઝૂમી રહ્યું છે. તાજેતરની ઘટનામાં, પાકિસ્તાનમાં નવ કેસ નોંધાયા છે. આજે જ્યારે પાકિસ્તાનમાં આ વર્ષે પોલિયોનો નવમો કેસ નોંધાયો ત્યારે ખળભળાટ મચી ગયો હતો. પોલિયોના દર્દીઓના સતત અહેવાલોને કારણે આ ગંભીર રોગને ખતમ કરવાના પાકિસ્તાનના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.
બાળકોને રસી પીવડાવવાની સલાહ
મળતી માહિતી અનુસાર, પોલિયોનો આ મામલો બલૂચિસ્તાન પ્રાંતના ઝોબ જિલ્લામાં સામે આવ્યો છે. પ્રાંતના ઝોબ વિસ્તારના હસનઝાઈનો દોઢ વર્ષનો બાળક પોલિયોથી પ્રભાવિત થયો છે. રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓ પર વડાપ્રધાનના કન્વીનરે જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં નવ બાળકો પોલિયો વાયરસથી પ્રભાવિત થયા છે. પોલિયો નાબૂદીના ક્ષેત્રમાં કામ કરતી કાર્યકરે કહ્યું તેને તેમના બાળકોને પોલિયોની રસી પીવડાવવાની સલાહ આપી હતી.
પાકિસ્તાનમાં પોલિયો વિરોધી અભિયાન ચાલુ
મળતી માહિતી પ્રમાણે પાડોશી દેશ પાકિસ્તાનમાં પોલિયો રોગના કેસ રોકવા હજી અભિયાન ચાલુ છે. પોલિયો રોકવા માટે દવાના વધુ ડોઝની જરૂર છે. પોલિયો નાબૂદી માટે રાષ્ટ્રીય કટોકટી સંચાલન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન સરકારે આ વર્ષે પોલિયો વિરોધી છ અભિયાન ચલાવ્યા છે. જેથી તમામ લોકો પોતાના બાળકોને પોલિયોનો ડોઝ જરૂર પીવડાવે અને સરકારની આ ઝૂંબેશમાં મદદ કરે. વધુમાં અધિકારીએ જણાવ્યું કે, સરકારની સાથે લોકોની ભાગીદારીથી આ વિકરાળ પોલિયોના વાયરસથી લડી શકાય છે.


