- દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ AQI 392 નોંધાઈ
- પ્રદૂષણને લઈને દિલ્હીની કેજરીવાલે લીધો મહત્વનો નિર્ણય
- ધોરણ-5 સુધીની પ્રાથમિક શાળાઓ બે દિવસ બંધ રહેશે
દિલ્હીમાં વધી રહેલું પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહ્યું છે. CPCBના આંકડા અનુસાર, ગુરુવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી 392 નોંધાઈ હતી. ત્યારે દિલ્હીની ઝેરી બની રહેલી હવાને લઈને દિલ્હી સરકારે મોટી જાહેરાત કરી છે. આગામી બે દિવસ દિલ્હીમાં શાળાઓ બંધ રાખવામાં આવશે.
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સીએમ અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીની પ્રાથમિક શાળાઓ આગામી બે દિવસ બંધ રાખવામાં આવશે. આ પહેલા GRAPનું ત્રીજું લેવલ લાગુ કરી દેવામાં આવ્યું હતું.
સ્થિતિની ગંભીરતાને જોતા દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો છે કે રાજ્યમાં પાંચમા ધોરણના બાળકો માટે આગામી બે દિવસ સુધી વર્ગો યોજવામાં આવશે નહીં. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે. વધતા પ્રદૂષણને જોતા દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય શુક્રવારે બપોરે 1 વાગ્યે દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે.