- ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ
- મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે
- અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો હાજર
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ 1 ફેબ્રુઆરીએ PM મોદીને મળ્યા હતા અને તેમને મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. થોડા દિવસો પછી, કોંગ્રેસે આચાર્ય પ્રમોદ ક્રિષ્નમને ‘પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ’માં સામેલ થવાનું કારણ આપીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.
સંભલમાં હિન્દુ મંદિર કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ દરમિયાન પૂજા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંભલમાં હિન્દુ મંદિર કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહ દરમિયાન પૂજા કરી હતી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ હાજર છે.
PM મોદીએ શિલાન્યાસ કર્યો
PM મોદીએ કલ્કિ ધામનો શિલાન્યાસ કર્યો. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમ માટે પીએમ મોદી, સીએમ યોગી સહિત તમામ નેતાઓને આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ તેમનો સ્વીકાર કર્યો. PM મોદી સંભલમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે PM મોદીએ કલ્કિ ધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું. પૂજા દરમિયાન PM મોદીની એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા હતા અને બીજી બાજુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા.
કળિયુગમાં ભગવાન કલ્કિ સંભલની ભૂમિ પર અવતરશે
ભૂમિપૂજન વિધિ પૂરી થયા બાદ PM મોદી જ્યારે મંચ પર પહોંચ્યા ત્યારે શ્રી કલ્કિ ધામ મંદિર નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સ્વામી અવધેશાનંદ ગિરીએ ઉપવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે પણ અધર્મ અને પાપ ચરમસીમાએ પહોંચે છે ત્યારે ભગવાને અનીતિનો નાશ કરવા અને સદાચારની પુનઃસ્થાપના માટે અવતાર લીધો હતો. ત્રેતામાં ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, દ્વાપરમાં ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. કળિયુગમાં ભગવાન કલ્કિ સંભલની ભૂમિ પર અવતરશે. તેમણે આ કાર્યક્રમમાં આવવા અને કલ્કિ ધામનો શિલાન્યાસ કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
CM યોગીએ કહ્યું- અબુ ધાબીમાં ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન
CM યોગીએ કહ્યું, PM મોદી આજે અહીં પહોંચ્યા છે. આ પ્રસંગે હું PM મોદીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અયોધ્યામાં 5 સદીની પ્રતિક્ષાનો અંત, રામ લલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ અને રામ લલ્લાને બિરાજમાન કર્યા પછી, PM મોદી અબુધાબીમાં શ્રી નારાયણના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રથમ વખત સંભલ પહોંચ્યા છે. છેલ્લા 10 વર્ષમાં આપણે એક નવું ભારત જોયું છે.


