- પાકિસ્તાનમાં નાણાની અછત સર્જાતા હોસ્પિટલ ઠપ થશે
- હોસ્પિટલના કર્મીઓના પગારો પણ અટકાવામાં આવ્યા
- અનેક મુદ્દાઓ પર પાકિસ્તાનના નાગરિકો મુશ્કેલમાં
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની તમામ 5 જાહેર હોસ્પિટલો અને લાહોરની શેખ ઝાયેદ હોસ્પિટલ વર્ચ્યુઅલ બંધ થવાને આરે છે. કારણ કે નાણા વિભાગે આ હોસ્પિટલોની સરળ કામગીરી માટે રૂ. 11 અબજનું વધારાનું ભંડોળ પૂરું પાડવાની ફેડરલ આરોગ્ય મંત્રાલયની વિનંતીને નામંજૂર કરવામાં આવી હતી. ઘણા કર્મચારીઓના પગાર પહેલાથી જ અટકાવી દેવામાં આવ્યા છે અને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) ની નર્સો એક અઠવાડિયાથી વધુ સમયથી વિરોધ કરી રહી છે.
આ હોસ્પિટલોની લેબ પણ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દેશે, કારણ કે ટેસ્ટિંગ કીટનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે. ફિલ્મો ઉપલબ્ધ ન હોવાથી રેડિયોલોજી ટેસ્ટનો પણ ઇનકાર કરવામાં આવી રહ્યો છે અને કંપનીઓને ટેન્ડરની રકમ ચૂકવવામાં આવી ન હોવાથી દર્દીઓને દવાઓ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણયને કારણે અસરગ્રસ્ત હોસ્પિટલો અને વિભાગોમાં સંઘીય રાજધાની PIMSની પાંચ હોસ્પિટલો, પોલીક્લીનિક, ફેડરલ જનરલ હોસ્પિટલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિહેબિલિટેશન મેડિસિન (NIRM), દવાખાનાઓ, મૂળભૂત આરોગ્ય એકમો, આરોગ્ય મંત્રાલયના સહાયક વિભાગો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે.
IMFની પૂર્વ શરતોને આધારે નાણા વિભાગે જણાવ્યું હતું કે ‘આપત્તિ’ની સ્થિતિમાં જ વધુ ભંડોળ બહાર પાડી શકાય છે. વધુમાં, શેખ ઝાયેદ હોસ્પિટલ લાહોરને પણ અસર થશે કારણ કે તે સંઘીય આરોગ્ય મંત્રાલયના ભંડોળથી ચલાવવામાં આવે છે. બીજી તરફ, નાણા વિભાગે આરોગ્ય મંત્રાલયને લેખિતમાં જાણ કરી છે કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની પૂર્વ શરતો મુજબ, આપત્તિની સ્થિતિમાં જ ભંડોળ બહાર પાડી શકાય છે. ગયા મહિને, આરોગ્ય મંત્રાલયે નાણા મંત્રાલયને હોસ્પિટલો, સંસ્થાઓ અને મંત્રાલયના સહાયક વિભાગોની સરળ કામગીરી માટે 11.096 અબજ રૂપિયાની પૂરક ગ્રાન્ટ રિલીઝ કરવા વિનંતી કરી હતી.


