By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોરબંદરમાં ફરી ગુંડારાજ : એસપી કચેરી સામે હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝપોરબંદર

પોરબંદરમાં ફરી ગુંડારાજ : એસપી કચેરી સામે હત્યા

agragujaratnews
Last updated: 2024/07/15 at 7:57 PM
2 years ago
Share
પોરબંદરમાં ફરી ગુંડારાજ : એસપી કચેરી સામે હત્યા
SHARE

બુટલેગરને ૧3 શખ્સોએ ઘાતક હથિયારો સાથે તૂટી પડી મોતને ઘાટ ઉતારી દીધો

માફીયાગીરી અને ગુંડાગીરી માટે એક સમયે કુખ્યાત થયેલા પોરબંદરમાં માથાભારે તત્વોએ ફરી એક વખત માથુ ઉંચકયું છે. પોરબંદરમાં જાણે કે ગુંડારાજ હોય તેમ જિલ્લા પોલીસવડાની કચેરી સામે ૧3 શખ્સોએ હથિયારો વડે સરાજાહેર હુમલો કરી એક બુટલેગરની હત્યા કરી નાંખી હતી. સમગ્ર વિસ્તારમાં આ ટોળકીએ હત્યા કરી આતંક ફેલાવી દીધો હતો. જિલ્લા પોલીસ વડા કચેરી સામે જ આ ઘટના બની હોવાથી પોલીસની શહેરમાં કેવી ધાક છે અને પોલીસ શું કરે છે તે બાબતે સવાલ ઉઠયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે તાત્કાલીક સંબંધીત પગલા લેવા જોઇએ અને પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય કરવી જોઇએ તેવી લોકમાંગણી ઉઠી છે.

જિલ્લા પોલીસવડાની કચેરીની નજીક જ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસની સામે ઉભા ઉભા જોઈ શકાય તેટલા અંતરે એક નામચીન બુટલેગરની શનિવારે રાત્રે કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી અને આ બનાવમાં દારૃના ધંધાની અદાવત અને હરીફાઈ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં નામચીન મહિલા બુટલેગરના પુત્ર સહિતના ૧૩ ઇસમો સામે એફઆઇઆર નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સામે પક્ષે પણ એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોરબંદરના ખારવાવાડમાં આવેલા હોળી ચકલામાં રહેતા દિપક નાથાલાલ ખોરાવા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના બનેવી મૂળજીભાઈ મોતીવરસ ૯ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા, જેથી ભાણેજ સાગર મામા દીપકભાઈની સાથે જ રહેતો હતો. જે  તાજેતરમાં કેદારનાથ દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી શનિવારે જ પરત આવ્યો હતો. શનિવારે સાગરે તેના મામા દીપકભાઈને એવું જણાવ્યું હતું કે તેના મિત્ર પીન્ટુના લગ્નની સાંજી બિરલા હોલ પાસે આવેલી ધોબી સમાજની વાડીમાં છે એટલે ત્યાં જાય છે તેમ કહીને ગયો હતો અને ત્યારબાદ મામા ગામમાં ગયા હતા.

બાદમાં સાગર તેના કોઈ મિત્રોની કાર લઈને એકલો મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે જિલ્લા પોલીસવડાની ઓફિસ પાસે આવેલા નવા ફુવારા પાસે હતો ત્યારે ઝૂરીબાગ વિસ્તારમાં રહેતા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર બોલાચાલી કરીને ત્યાંથી દોડીને કોઈને ફોન કરતો કરતો જતો રહ્યો હતો. ત્યારબાદ ત્રણ મોપેડ તથા એક મોટરસાયકલમાં ૧૩ જેટલા માથાભારે સખ્શો આવી પહોંચ્યા હતા. જેમાં રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા, કેવલ મસાણી, કેનિક શેરાજી, અનિલ ધનજી વાંદરિયા, ખુશાલ વિનોદ જુંગી, પ્રિન્સ ઉર્ફે ઢીકાઢિક, કુશ કિરીટ જુંગી,ચેતન ધનજી વાંદરિયા, પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર, યશ અશોક પાંજરી, આકાશ મનસુખ ગોહેલ અને આશિષ ઉર્ફે ટકો વગેરે આવી પહોંચ્યા હતા અને માથાકૂટ ચાલુ કરી હતી.

આ દરમિયાન મામા દીપકભાઈ ખોરાવા  પણ ત્યાં પહોંચી ગયા હતા. જે દરમિયાન ૩ ઇસમોએ છરીઓ કાઢીને હુમલો કર્યો હતો. જેથી સાગરે પણ સ્વબચાવ માટે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી. પરંતુ સામે ૧૩ શખ્સો હતા, જેમણે સાગરને છરીનાં ઘા ઝીંકી દેવા ઉપરાંત પથ્થર અને ઢીંકાપાટુંનાં ઘા માર્યા હતા.  તેથી ડરી જઈને મામા દીપકભાઈ ત્યાં ગયા ન હતા અને દૂર ઊભીને જોતા હતા. થોડા સમય પછી સાગરની રાડારાડીનો અવાજ બંધ થતા બધા જ યુવાનો ગાળો બોલતા બોલતા તેમના વાહનમાં નીકળી ગયા હતા. આ મારામારીમાં હુમલાખોર આકાશ મનસુખ ગોહેલને પણ ઈજા થઈ હોવાથી હાથમાં લોહી નીકળતું હતું. આ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બાદમાં સાગરને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં તપાસ કરતા સાત જેટલા છરીના ઊંડા ઘા મારવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી થઈ હતી.

બનાવમાં હત્યાનું કારણ એવું જણાવ્યું છે કે સાગર મોતીવરસ ને અગાઉ ખુશાલ વિનોદ જુંગી તથા આકાશ મનસુખ ગોહેલ સાથે મારામારી અને ઝઘડા થયા હતા. એ જ રીતે પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર સાથે ગતરાત્રે ઝઘડો થયો હતો. તેનું મન દુઃખ રાખીને આ હત્યા થઈ છે. આ બનાવમાં આરોપીઓ પૈકી એક આરોપી ખુશાલ વિનોદ જુંગી એ શહેરની નામચીન મહિલા બુટલેગર ગીતા વિનોદ જુંગીનો પુત્ર છે અને અન્ય યુવાનો પૈકી ઘણા યુવાનો ખુશાલની સાથે હોવાનું જાણવા મળ્યું છે.

 

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટ

જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન

Editor By Editor 6 days ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?