- ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવાર છે મનસુખ માંડવિયા
- ચૂંટણીને થોડાક જ દિવસો બાકી હોવાથી પ્રચાર વેગવંતો બન્યો
- ભવ્ય લીડથી જીત થશે તેવો વિશ્વાસ મનસુખ માંડવિયાએ વ્યકત કર્યો
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવીયાનો ચૂંટણી પ્રચાર અર્થે રોડ શો યોજાયો હતો,રોડ શોમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
લોકો વિકાસ જોઈને મત આપશે
ઉપલેટાની અંદર રોડ-શોને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને લોકો એ ઠેર ઠેર સ્વાગત કર્યુ હતું અને સ્થાનિકોએ મનસુખ માંડવિયા ભવ્ય લીડથી વિજય થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકો ભાજપને નહી પરંતુ ભાજપના શાસનમાં થયેલ વિકાસને મત અપાશે.
મહિલાઓને સન્માન મળ્યું
આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને મહિલાઓ એ જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં મહિલાઓેને લઈ મોદી સરકારે અલગ-અલગ યોજનાઓ પણ બનાવી છે,સાથે સશકતિકરણને પણ વેગ મળ્યો છે.

લોકોનું ઝીલ્યું અભિવાદન
મનસુખ માંડવિયાએ ખુલ્લી ફોર વ્હીલમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપલેટા શહેરમાં 50 જેટલી વિવિધ સંસ્થાઓ દ્વારા મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મનસુખ માંડવિયાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે,પોરબંદર લોકસભાની સીટ પર 5 લાખથી વધુ મતથી વિજય થશે અને મોદી સરકારે કરેલ કામગીરી અને વિકાસને લઈ લોકો મત આપશે.


