- વધુ મતદાન કરાવવા તંત્ર દ્વારા કચેરીથી લઇ કલાકારોને મતદારો સાથે જોડવાનો પ્રયાસ
- સ્થાનિક લોકગાયકોનો સહયોગ લઇ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી મતદાન જાગૃતિનો સંદેશ
- ખ્યાતનામ કલાકારો એ પણ વિડીયો રીલ્સ બનાવી લોકોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી છે
ગુજરાત માં સાત મે ના દિવસે થનારી ચૂંટણી માં વધુમાં વધુ પ્રમાણમાં લોકો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે તે માટે સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તાર ના અને લીંબડી વિધાનસભા ક્ષેત્ર ના વિસ્તાર સાયલા તાલુકામાં મામલતદાર કચેરી દ્વારા મતદાન અવશ્ય કરીએ નો સંદેશ જન જન સુધી પહોંચે તે વિષયે વિજ વિભાગના લાઇટ બીલ, ઇ-ધરા અને એટીવીટી સેન્ટરોમાં નાગરીકોને અપાતા દસ્તાવેજો, કાગળો પર મતદાન નો રબ્બર સ્ટેમ્પ લગાવીને આપવાનો નવતર પ્રયોગ કરાયો છે. ચૂંટણીમાં વેપારીઓને સાથે રાખી મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપવાની પહેલમાં પણ સાયલા ગામના વીસ થી વધુ વેપારીઓ સ્વયંભુ જોડાયા છે. અવસર ડિસ્કાઉન્ટ અંતર્ગત સાત મે ના રોજ મતદાન કરનાર મતદાતાને કાપડ, ફરસાણ, ર્ફ્ટીલાઇઝર, ઓટો પાર્ટસ સહીતમાં સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાની વેપારીઓ એ સહમતિ દર્શાવી છે. સાયલામાં રહેતા અને ગુજરાત તેમજ બહાર પ્રખ્યાત લોકગાયકો ને પણ મતદાન જાગૃતિ ના કાર્યમાં જોડી સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર શરુ કરાયો છે.લોકગાયક સુરેશ રાવળ,હિતેષ બારોટ,બિરજુ બારોટ જેવા સ્થાનિક અને ખ્યાતનામ કલાકારો એ પણ વિડીયો રીલ્સ બનાવી લોકોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી છે ત્યારે તંત્રનો આ નવતર અભિગમ સાતમી મે ના દિવસે કેટલો સફ્ળ રહેશે તે તો આવનારો સમય કહેશે ત્યારે તંત્ર શાંતિપૂર્ણ રીતે અને મોટા પ્રમાણમાં મતદાન કરાવવા સજ્જ બન્યું છે.


