- પીએમ મોદી કેરળના કોચીમાં શક્તિ કેન્દ્ર પ્રભારી સંમેલનમાં
- પીએમ મોદીએ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન કરવા અપીલ કરી
- રામ મંદિર લાખો લોકો માટે ભક્તિ અને શ્રદ્ધા ભરેલી ક્ષણ છે
અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અયોધ્યાથી લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં કહ્યું કે, ‘પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે, પરંતુ દરેક ઘરમાં શ્રી રામના નામના દીવડાની જ્યોત પ્રગટશે. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરોમાં સતત પૂજા અર્ચના કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપના કાર્યકરોને ખાસ અપીલ પણ કરી હતી.
કોચીમાં શક્તિ કેન્દ્ર પ્રભારી સંમેલન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેરળના કોચીમાં શક્તિ કેન્દ્ર પ્રભારી સંમેલનમાં કહ્યું કે, હું તમને વિનંતી કરું છું કે, તમે તમારા મંદિરોમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવો. તે સાથે તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં અભિષેક થશે, પરંતુ દેશના દરેક ઘર અને દરેક મંદિરમાં શ્રી રામ નામના દીવડાની જ્યોત પ્રગટશે.
રામ મંદિર લાખો લોકો માટે ભક્તિ-શ્રદ્ધાથી ભરેલી ક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, તમે બધા જાણો છો કે, 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાખો લોકો માટે આ ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલી ક્ષણો છે. હું અભિષેક પહેલા કરવામાં આવતી વિધિઓના નિયમોનું પણ પાલન કરું છું.
દેશના ઘરમાં અને દરેક મંદિરમાં શ્રી રામ જ્યોતિ પ્રગટશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભૂતકાળમાં, મને ઘણા મંદિરોની મુલાકાત લેવાની અને તેમને સાફ કરવાની તક મળી છે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે પણ તમારા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે, પરંતુ દેશના દરેક ઘરમાં અને દરેક મંદિરમાં શ્રી રામ જ્યોતિ પ્રગટશે.


