જાપાનના રહસ્યમય કલાકાર અને કથિત ભવિષ્યવક્તા રિયો તાત્સુકીને આજે લોકો જાપાની બાબા વેંગાના નામથી ઓળખે છે. તેમણે પુસ્તક “ધ ફ્યુચર આઈ સો” દ્વારા વર્ષો પહેલા કેટલીક ઘટનાઓની આગાહી કરી હતી જે પાછળથી સાચી સાબિત થઈ હતી. જેમ કે 2011 ની જાપાન સુનામી, વૈશ્વિક રોગચાળાની લહેર, ભૂકંપ અને એશિયામાં આગની ઘટનાઓ. તેમની રહસ્યમય પ્રતિભાને કારણે આજે જુલાઈ 2025 ની તેમની આગાહીએ વૈશ્વિક ચિંતાને જન્મ આપ્યો છે.
જુલાઇ 2025 કોના માટે ભારે ?
રિયો તાત્સુકીના પુસ્તકમાં લખ્યુ છે તે મુજબ, જુલાઈ 2025 માં, જાપાનના દક્ષિણ સમુદ્રમાં સમુદ્ર ઉકળવા લાગશે અને આ પછી પાણીની અંદર જ્વાળામુખી ફાટશે, જે ભયંકર સુનામીનું કારણ બનશે. આના કારણે, જાપાનના દક્ષિણ ટાપુઓ, તાઇવાનના દરિયાકાંઠાના વિસ્તારો અને ઇન્ડોનેશિયાના કેટલાક ભાગો પ્રભાવિત થશે. તાત્સુકીનો દાવો છે કે તે 2011 ના ફુકુશિમા સુનામી કરતા પણ વધુ ઘાતક હોઈ શકે છે. જો તૈયારીઓ ન કરવામાં આવે તો હજારો લોકો જીવ ગુમાવી શકે છે.તાત્સુકી જુલાઈ 2025 માં જાપાનની દક્ષિણમાં એક વિશાળ સુનામીની આગાહી કરે છે, જે પાણીની અંદર જ્વાળામુખી ફાટવાને કારણે થશે, જે જાપાન, તાઇવાન અને ઇન્ડોનેશિયાને અસર કરી શકે છે.
એવુ તો શું છે પુસ્તકમાં ?
1999માં પ્રકાશિત “The Future I Saw”ને શરૂઆતમાં કાલ્પનિક માનવામાં આવતી હતી. પરંતુ જ્યારે 2011માં જાપાનમાં સુનામી આવી અને તેની તારીખ એજ હતી જે પુસ્તકમાં લખેલી હતી. જે બાદ આ પુસ્તકમાં લખેલી વિગતોને ચેતવણીરૂપે જોવા આવી રહી છે. આ પુસ્તકની ખાસ વાત શું છે તે વિશે વાત કરીએ,
આપત્તિઓની તારીખ અને તેના સ્વરૂપનું વર્ણન કરેલુ છે.
ઘણી કુદરતી અને માનવસર્જિત ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચેતવણીઓને વૈજ્ઞાનિક રીતે નહીં પણ કલાના માધ્યમથી રજૂ કરવામાં આવી છે.
ડરને કારણે બુકિંગ ઘટ્યું
જુલાઈ 2025ની આ સુનામી ચેતવણીએ જાપાન જતા પ્રવાસીઓમાં ચિંતા વધારી દીધી છે. આના કારણે ઘણી ટ્રાવેલ એજન્સીઓ પણ માની રહી છે કે એડવાન્સ બુકિંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ઇસ્ટરની રજાઓ દરમિયાન પણ બુકિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. પ્રવાસીઓ માને છે કે ભૂતકાળમાં ર્યો તાત્સુકીની આગાહીઓ સાચી પડી છે, તેથી આ વખતે પણ સાવધ રહેવું જરૂરી છે.
વૈજ્ઞાનિકો શું કહે છે?
જોકે આગાહીઓ વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત નથી. પરંતુ ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓનું નિરીક્ષણ કરતી વૈજ્ઞાનિક સંસ્થાઓએ જાપાન અને તાઇવાનની આસપાસના ક્ષેત્રોમાં ભૂકંપની ગતિવિધિઓની પુષ્ટિ કરી છે.
જાપાનના બાબા વેન્ગા કોણ છે?
તમને જણાવી દઈએ કે 1911માં જન્મેલા અને1996માં દુનિયા છોડી ગયેલા પ્રખ્યાત બાબા વાંગા તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. હવે જાપાની કલાકાર ર્યો તાત્સુકીનું નામ બાબા વાંગા સાથે જોડવામાં આવી રહ્યું છે. આનું કારણ એ છે કે રિયો તાત્સુકીની આગાહીઓ પણ બાબા વાંગા જેવી જ છે. તાત્સુકી પહેલી વાર 1999 માં તેમના પુસ્તક ‘ધ ફ્યુચર આઈ સો’ દ્વારા ચર્ચામાં આવ્યા હતા. આ પુસ્તકમાં તેમણે વિશ્વના કેટલાક ભાગો, ખાસ કરીને જાપાન માટે ઘણી આગાહીઓ કરી છે. વર્ષોથી તેમણે ઘણી આશ્ચર્યજનક રીતે સચોટ આગાહીઓ કરી હોવાનું માનવામાં આવે છે, ક્યારેક તો આપત્તિના ચોક્કસ દિવસની પણ આગાહી કરી હતી.
(Disclaimer: આ લેખમાં સૂચવેલ જાણકારી સામાન્ય માહિતીના હેતુ માટે છે. આ માહિતી માત્ર જાપાનીઝ બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીને આધારે લખવામાં આવી છે. જેની સંદેશ ન્યૂઝ કરતું નથી)