પ્રેમમાં એક નહિ થવા દે તેવા ભયથી પગલું ભર્યું : મૃતદેહ સ્વીકારવા પરિવાર નખત્રાણાથી રાજકોટ રવાના
કચ્છના નખત્રાણા પંથકનાં પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા બાદ બંનેને આજે રાજકોટમાંથી શોધી ગાંધીગ્રામ-૨ પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં બંનેએ બ્લેડથી ગળા કાપી નાખતા યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાર્યો છે. આ ઘટનાને પગલે પોલીસ મથકમાં દોડધામ મચી ગઇ હતી.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં રાત્રે સામુહિક આપઘાતની ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટમાં આશરો લેનાર પ્રેમી પંખીડા વિનોદ સતવારા અને પ્રેમિકા પૂજા ભદ્રને લોકેશન આધારે શોધી પોલીસ સ્ટેશને લાવી ત્યાં નાગરિક સુરક્ષા રૂમમાં બેસડ્યા હતા જોતજોતામાં પરિવાર એક નહી થવા દે તેવી બીકે નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી બંનેએ ગળામાં બ્લેડના ઘા ઝીકી દેતા યુવતીનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના નખત્રાણાથી ભાગીને આવેલ પ્રેમી પંખીડાએ યુનીવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરો લીધો હતો આ અંગે નખત્રાણા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી દરમિયાન ત્યાંની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રાજકોટનું લોકેશન આવતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જે આધારે પોલીસે પ્રેમી વિનોદ સતવારા ઉવ.25 અને પ્રેમિકા પૂજા ભદ્ર ઉવ.26 ને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું હતું. રાત્રે નવેક વાગ્યે બંનેને નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે હવે પોલીસ નખત્રાણા લઇ જશે અને પરિવાર એક નહી થવા દયે તેવી બીકે બંનેએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાના ગળે બ્લેડના ઘા ઝીકી દેતા દેકારો થતા અન્ય પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો પ્રેમી યુગલ લોહીલુહાણ હાલતમાં પડયું હોય તુરંત ૧૦૮ને જાણ કરતા ૧૦૮નો સ્ટાફ દોડી આવ્યો હતો ૧૦૮ના સ્ટાફે જોઈ તપાસી યુવતી પૂજા ભદ્રને ઘટના સ્થળેજ મૃત જાહેર કરી હતી જયારે ૨૫ વર્ષીય યુવકની હાલત ગંભીર હોય તેનેસારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડતા ઓપરેશન થીયેટરમાં લઈ જવાયો હતો જો કે તેની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


