- રવિવારે અમદાવાદમાં વિશ્વકપની ફાઈનલ મેચ
- મેચ દરમિયાન 4 ભાગમાં યોજાશે સેરેમની
- સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે કરશે પરફોર્મન્સ
ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચે રમાશે. આ ફાઈનલ મેચના દિવસે સતત VVIP મુવમેન્ટ જોવા મળશે. કપિલ દેવ, ધોની, સેહવાગ, સચિન સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજરી આપશે. જ્યારે કે અમિતાભ બચ્ચન, રજનીકાંત, વેન્કટેસ, નાગાર્જૂન અને રામચરણને પણ આ મેચ જોવા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ પણ 10 મિનીટ સુધી પોતાનો કમાલ દેખાડશે.
આ મેચની સેરેમની કુલ 4 ભાગમાં યોજાવાની છે. ICC વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટનો હાજર રહેશે. આ તમામ કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું છે. વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનની પરેડ યોજાશે.પરેડ બાદ BCCI દ્વારા તમામ કેપ્ટનોનું સન્માન કરાશે. જ્યારે દરેક ચેમ્પિયન કપ્તાન FOP પર ચાલશે ત્યારે સતત બદલાતી ICC મેન્સ CWC ટ્રોફીની સાથે તેમની જીતની ક્ષણની હાઇલાઇટ્સની 20 સેકન્ડની રીલ મોટા પડદા પર પ્લે કરવામાં આવશે. વર્લ્ડકપ જીતેલા દરેક ટીમના કપ્તાનો BCCI/સ્ટારના નિયુક્ત એન્કર સાથેની વાતચીતમાં તેમની વર્લ્ડકપની જીતનું વર્ણન કરશે. આ બધા ફોર્મર કેપ્ટનને BCCI તરફથી CWC 2023નું સ્પેશિયલ બ્લેઝર ગિફ્ટ આપવામાં આવશે અને તેઓનું સન્માન કરવામાં આવશે.
ફાઈનલમાં સેરેમનીની શરુઆત ‘સેલ્યુટ ફ્રોમ સ્કાય’ IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો હશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે. આ પર્ફોરમન્સ 12.30 વાગ્યે 10 મિનિટ માટે થશે. આ એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક દ્વારા લીડ કરવામાં આવશે. આ એર શો દ્વારા ન્યૂ ઇન્ડિયાને સલામી અપાશે. સાંજના 5.30 વાગ્યે 15 મિનિટ માટેનું એક પર્ફોમન્સ યોજાશે. આ દિવસે એક હિસ્ટોરિક ઈવેન્ટ બનશે. પહેલીવાર વર્લ્ડકપના ફાઈનલ મેચના દિવસે વર્લ્ડકપ વિનિંગ કેપ્ટનને સન્માનિત કરવામાં આવશે. નમો સ્ટેડિયમમાં BCCI દ્વારા આ તમામ કપ્તાનોનું સન્માન કરવામાં આવશે. ખલાસી ફેમ ગુજરાતી સિંગર આદિત્ય ગઢવી પણ ફાઈનલ મેચની ઓપનિંગમાં પરફોર્મન્સ કરશે. આ સાથે જ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રિતમ ચક્રબોર્તી પણ પરફોર્મન્સ આપી શકે છે.
મહત્વનું છે કે આ મેચમાં બોલિવૂડનો લોકપ્રિય ગાયક પ્રિતમ પોતાના 500 સિંગર્સ અને ડાન્સર્સની ટીમ સાથે થીમ જશ્ન પર લાઈવ પરફોર્મ કરશે. સ્ટેડિયમમાં દર્શકોને અદ્દભૂત અનુભવ આપવા પ્રિતમ અને તેની સાથે ગાયકોની ટીમ ફિલ્ડની આસપાસ 360 લેપ ફરતે પરફોર્મ કરશે. આ દરમિયાન દેવા દેવા, કેસરીયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધુમ મચાલે, દંગલ અને થીમ સોંગ દિલ જશ્ન જશ્ન બોલે પર પરફોર્મન્સ ચાલશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. આ ઉપરાંત લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે 1200 ડ્રોનની મદદથી મનમોહક ડ્રોન શો યોજાશે,. જેના પછી આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે.


