- સુરત શહેરમાં ઉજવાશે છઠ
- હિન્દીભાષી રાજ્યોના લોકો થશે સમાવિષ્ટ
- છઠ પૂજાનું ધાર્મિક મહત્વ છે અનેરૂં
સુરતમાં કુલ 100 જેટલા સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને તંત્ર દ્વારા છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી સુરતમાં તાપીના કાંઠે રેગ્યુલર આ છઠ પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
સુરતમાં તાપી નદીના કિનારે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ છઠ પૂજામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી સંભાવના છે. સાંજે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજા કરવા આવશે. મહત્વનું છે કે ખૂબ જ ભવ્ય રીતે છઠ પૂજાનો કાર્યક્રમ યોજાશે. સુરતમાં એક જ જગ્યાના 100 સ્થળોએ છઠ પૂજાનું આયોજન કરાયું છે. અંબિકા નિકેતન, ડીંડોલી તળાવ સહિતના વિસ્તારોમાં છઠ પૂજાના કાર્યક્રમ યોજાતી રહી છે. જો કે જે લોકોના ઘરની આસપાસ માતાની દેરી કે નદી-તળાવ નથી તેઓને જ નદી કિનારે છઠ પૂજા માટે આવવા અપીલ કરવામાં આવી છે.
ભારતના હિન્દી બેલ્ટના રાજ્યોમાં છઠ પૂજાનું ઘણું જ વિશેષ મહત્વ છે. બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, નેપાળ અને અનેક વિસ્તારોમાં આ તહેવારની ખૂબ જ ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવે છે. બિહાર અને ઝારખંડના લાખો જેટલા લોકો સુરતમાં રહે છે. અહીં બિહારવાસીઓના વિવિધ સંગઠનો દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
છઠ પૂજા એ એક પ્રાચીન હિન્દુ વૈદિક તહેવાર છે જે ઐતિહાસિક રૂપે ભારતીય ઉપખંડમાં ખાસ કરીને હિન્દી બેલ્ટના રાજ્યો જેવા કે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ અને નેપાળના મધેશી ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. છઠ પૂજા સૂર્ય અને સૂર્ય દેવની બહેન શાષ્ટિ દેવી એટલે કે છઠી મૈયાને સમર્પિત છે. આ પૂજાનો ઉદ્દેશ તેમના દ્વારા આપવામાં આવેલી પૃથ્વી પર સમૃદ્ધિનો આભાર માનવા અને ઇચ્છાપૂર્તિ માટે વિનંતિ કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે. આ તહેવારમાં મૂર્તિપૂજા કરવામાં આવતી નથી તેની વિપરીત તેમાં છઠી મૈયા અને સૂર્ય ભગવાન, તેમના પત્ની ઉષા અને પ્રતિઉષા દેવીઓની પૂજા કરવામાં આવે છે. આમ આ ઉત્તર ભારતીયોનો એક પારંપરિક તહેવાર છે જે મોટાભાગના હિન્દીભાષી લોકો ઉજવતા હોય છે.


