- 22 જાન્યુઆરીના દિવસને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ
- રાજધાની દિલ્હીમાં હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું થશે અનાવરણ
- હનુમાનજીની પ્રતિમાના એક ખભા પર રામ, બીજા ખભા પર લક્ષ્મણજી બિરાજમાન
22 જાન્યુઆરીને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે.તેમજ રાજધાની દિલ્હીમાં હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવામા આવી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામા આવશે.પ્રતિમાના એક ખભા પર રામ અને બીજા ખભા પર લક્ષ્મણ વિરાજમાન છે.
અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ પૂરજોશમાં
અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસની તૈયારીઓ પૂરજોશમા ચાલી રહી છે.મંદિરનું નિર્માણ પૂર્ણ કરવા માટે કાર્યકરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. 22 જાન્યુઆરીના દિવસે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવશે. સમગ્ર દેશમાં આ દિવસને લઈને ઉત્સાહનો માહોલ છે.રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પીએમ મોદી ઉપરાત દેશના તમામ મોટા રાજકીય, ફિલ્મ અને ઈન્ડસ્ટ્રીના ચહેરાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે.
રામ-લક્ષ્મણ-જાનકી, જય બોલો હનુમાન કી…
દેશની રાજધાની દિલ્હીમાં પણ રામ મંદિર નિર્માણની ઉજવણી માટે હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ દિલ્હીની ગીતા કોલોનીમાં કરવામા આવ્યુ છે. મંદિર સમિતિએ 22 જાન્યુઆરીના રોજ હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવાનો નિર્ણય લીધો છે. હનુમાનજીની 51 ફૂટ ઊચી પ્રતિમાના એક ખભા પર રામ અને બીજા ખભા પર લક્ષ્મણ બેઠેલા છે.પ્રતિમા લગભગ તૈયાર થઇ ગઇ છે ફક્ત તેને આખરી રૂપ આપવામાં આવી રહ્યો છે.
મંદિરનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે?
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે અયોધ્યામાં ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ આ વર્ષના ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. હાલમાં રામ મંદિરના ભોંયતળિયાનું કામ પૂર્ણ થયું છે. પહેલા અને બીજા માળનું નિર્માણ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ મંદિરના નિર્માણ દરમિયાન પુરૂષોત્તમ રામના જીવનના નિયમો, સિદ્ધાંતો અને ગરિમાની વિરૂદ્ધ હોય તેવું કોઈ કામ કરવામાં આવશે નહી, તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ મંદિરની ઓછામાં ઓછા 1000 વર્ષ સુધી ટકી રહેવાની આશા છે.


