- મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ
- એરપોર્ટથી રામમંદિરના થશે દર્શન
- ડિસેમ્બરના અંતમાં એરપોર્ટ થઇ જશે શરૂ
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં અભિષેક કાર્યક્રમ પહેલા અયોધ્યાને મોટી ભેટ મળશે. અયોધ્યાનું નવનિર્મિત મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ એરપોર્ટ રામમંદિર નિર્માણ પહેલા જ તૈયાર થઇ જશે. 15 ડિસેમ્બર સુધીમાં ફ્લાઇટ સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરશે અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ફ્લાઇટ ઓપરેશન પણ શરૂ થશે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ શ્રી રામ જન્મભૂમિ મંદિરની ઝલક જોવા મળશે. સુવિધાઓની વાત કરીએ તો એરપોર્ટ દિવસ અને રાત કાર્યરત રહેશે.
પ્રથમ તબક્કાનું કામ થશે પૂર્ણ
મહત્વનું છે કે જે રીતે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ પણ 22 જાન્યુઆરી, 2024ના રોજ કરવામાં આવશે. જ્યારે સમગ્ર મંદિર 2025માં તૈયાર થઈ જશે. તેવી જ રીતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ જશે. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલા જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
CM યોગીએ કર્યુ હતું નિરીક્ષણ
જો કે આ અંગે સત્તાવાર સમર્થન મળવાનું બાકી છે.બે દિવસ પહેલા પણ જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યના ઉડ્ડયન મંત્રી જનરલ બી.કે.સિંઘ આ એરપોર્ટનું નિરીક્ષણ કરવા આવ્યા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે, આ એરપોર્ટનું નિરિક્ષણ કરવામાં આવશે. 15 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
કોણ કરશે એરપોર્ટનું ઉદ્ઘાટન ?
અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટનું ઉદ્ઘાટન કોણ કરશે તે અંગેનો અંતિમ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. જો કે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઉદ્ઘાટનની તારીખનો નિર્ણય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે. આવી સ્થિતિમાં અયોધ્યામાં આ નવનિર્મિત એરપોર્ટનું ઉદ્ઘાટન માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે તેવી અપેક્ષા છે. જો કે હજુ સુધી વડાપ્રધાનના અયોધ્યા આગમનને લઈને જિલ્લા પ્રશાસન પાસે કોઈ આયોજન આવ્યું નથી. એરપોર્ટ ઓથોરિટીના સોશિયલ મીડિયા પેજ પર કરવામાં આવેલી પોસ્ટમાંથી 17 ડિસેમ્બરે એરપોર્ટની કામગીરી શરૂ કરવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
કયા શહેરો માટે ફ્લાઇટની સુવિધા ?
મહત્વનું છે કે શરૂઆતના તબક્કામાં અયોધ્યાથી દિલ્હી દરરોજ અને અમદાવાદ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ ઓપરેટિંગની માહિતી મળી છે. આ સિવાય બેંગલુરુ, મુંબઈ અને ચેન્નાઈની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ટૂંક સમયમાં અયોધ્યાથી શરૂ થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અયોધ્યાથી ઉડાન ભરશે.


