- 16 લોકોના મોત બાદ પીએમ જેમ્સ મારાપેનો નિર્ણય
- પીએમ મારાપેએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
- પગાર કાપને લઈને સરકારી કર્મચારીઓએ આપ્યા હતા રાજીનામાં
પાપુઆ ન્યુ ગિનીમાં પ્રધાનમંત્રી જેમ્સ મારાપેએ રમખાણો અને લૂટપાટમાં 16 લોકોના મોત બાદ કટોકટીની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ તેમણે સરકારી કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. વેતન વિવાદના વિરોધમાં શરૂ થયેલ રમખાણોમાં રાજધાની પોર્ટ મોરેસ્બી અને દેશના ઉત્તરમાં આવેલ લાઇમાં ઘણું નુકશાન થયું છે.
મરાપે લોકોને શાંતિની અપીલ કરતાં કહ્યું છે કે સરકાર રમખાણોના કારણોની સમીક્ષા કરી રહી છે. દેશના પોલીસ વડા તેમજ નાણા અને ટ્રેઝરી વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે પગાર કાપ માટે વહીવટી અનિયમિતતાઓને જવાબદાર ગણાવી હતી.
આ કારણે શરૂ થઈ રમખાણો
વાસ્તવમાં, પગાર કાપને લઈને બુધવારે સેંકડો પોલીસ અધિકારીઓ, સૈનિકો, જેલના કર્મચારીઓ અને લોક સેવકોએ તેમની નોકરી છોડી દીધા બાદ રાજધાની પોર્ટ મોરેસ્બીમાં ભારે વિરોધ થયો હતો. આ દરમિયાન દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ અને રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં દેશના ઉત્તરમાં પોર્ટ મોરેસ્બી અને લાઇમાં 16 લોકોના મોત થયા હતા.
સામે આવ્યા રમખાણોના વિડીયો
રાજધાની પોર્ટ મોરેસ્બીમાં ફાટી નીકળેલા આ રમખાણોના ઘણા વીડિયો સામે આવ્યા છે. આ રાજધાની પોર્ટ મોરેસ્બીની શેરીઓમાં હજારો લોકો જોવા મળી રહ્યા છે. આમાંના ઘણા લોકો લૂંટનો માલ લઈને જઈ રહ્યા છે. તેમજ શહેરમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે સોના અને તાંબાની ખાણ ધરાવતા દેશના ઉત્તરમાં પોર્ટ મોરેસ્બીમાં 9 લોકો અને લામાં 7 લોકોના તોફાનોમાં મોત થયા છે.


