- પાંચમી વખત પુતિન બન્યા રાષ્ટ્રપતિ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા
- વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા કહી વાત
વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પુતિનના રાષ્ટ્રપતિ બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર પીએમ મોદી ટ્વિટ કરીને પુતિનને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદી લખ્યું હતું હતું કે રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે તેમની પુનઃચૂંટણી પર વ્લાદિમીર પુતિને ખૂબ ખૂબ અભિનંદન. આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે ટાઈમ ટેસ્ટેડ વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.
રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 71 વર્ષના વ્લાદિમીર પુતિને રેકોર્ડ જીત મેળવી છે. આ સાથે જ તે પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બની ગયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર, પુતિનને અત્યાર સુધીમાં 87 ટકા વોટ મળ્યા છે. આ ત્યારે છે જ્યારે માત્ર 60 ટકા મતવિસ્તારોમાં મત ગણતરી પૂર્ણ થઈ છે. સોવિયત રશિયાના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી જીત ગણાવવામાં આવી રહી છે. કમિશન અનુસાર, 74.22 ટકા મતદાન થયું, જે વર્ષ-2018ની સરખામણીમાં 6.72 ટકા વધુ છે.
નિકોલાઈ ખારીતોનોવ બીજા ક્રમે આવ્યો
નિકોલાઈ ખારીતોનોવ બીજા સ્થાને હતા. તેમને 3.86 ટકા મત મળ્યા હતા. એ જ રીતે વ્લાદિસ્લાવ દાવાન્કોવ 3.76 ટકા મતો સાથે ત્રીજા ક્રમે અને લિયોનીદ સ્લુત્સ્કી 2.97 ટકા મતો સાથે ચોથા ક્રમે છે. આ ચારેય ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. પુતિને તેમની આગામી છ વર્ષની મુદત સરળતાથી સુરક્ષિત કરી લીધી છે. આ પછી તે જોસેફ સ્ટાલિન કરતા પણ આગળ નીકળી ગયા છે. પુતિન રશિયાના ઈતિહાસમાં 200 વર્ષથી વધુ સમય સુધી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બનશે.
ALSO READ
રશિયા: રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન ઈતિહાસ રચશે, દુનિયાની નજર 17 માર્ચ પર
Russia: રાષ્ટ્રપતિનો આજે ફેંસલો થઈ જશે, કયા નેતાએ પુતિનને પડકાર ફેંકયો, જાણો
રશિયામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી, પુતિન પાંચમીવાર બની શકે છે રાષ્ટ્રપતિ


