- 2012માં દેશના 13માં રાષ્ટ્રપતિ બન્યા પ્રણવ મુખર્જી
- પશ્ચિમ બંગાળના પહેલા નેતા જે રાષ્ટ્રપતિ બન્યા
- તેમનું જ્ઞાન પ્રગતિ માટે હંમેશા માર્ગદર્શક: પીએમ
પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખર્જીને તેમની 88મી જન્મજયંતી પર યાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસ્વીર શેર કરી છે. તેમણે સાથે સાથે કેપ્શનમાં લખતા પ્રણવ મુખર્જીની આંતરદ્રષ્ટિ અને નેતૃત્વને અમૂલ્ય ગણાવ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્રએ ટ્વિટ કરતાં લખ્યું છે કે પ્રણવ મુખર્જીની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ. તેમના રાજનૈતિક કૌશલ અને બૌદ્ધિકતાએ આપણાં દેશને દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની આંતરદ્રષ્ટિ અને નેતૃત્વ અમૂલ્ય હતા. વ્યક્તિગત રૂપે અમારી ચર્ચા હંમેશા સમૃદ્ધ કરતી રહી છે. તેમનું જ્ઞાન પ્રગતિ માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે.
11 ડિસેમ્બર 1935ના રોજ જન્મેલ પ્રણવ મુખર્જીને 2012માં ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે પ્રતિભા દેવી સિંહ પાટિલની જગ્યા લીધી હતી. પ્રણવ મુખર્જી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહ્યા. તેઓ પશ્ચિમ બંગાળના પહેલા એવા રાજકીય નેતા હતા જેમને ભારતના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હોય. 31 ઓગસ્ટ 2020ના રોજ તેમનું અવસાન થયું હતું.


