- PM મોદીએ X પર શ્રી રામજી પધારે ભજન પોસ્ટ કર્યું
- ‘ઓસમાણ મીરજીનું રામ ભજન સાંભળીને દિવ્ય અનુભવ થશે’
- શ્રી રામ ભારતભરની આસ્થાનું કેન્દ્ર છે : ઓસમાણ મીર
અયોધ્યા નગરીમાં શ્રી રામજીના આગમનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર કર્યું છે. જેના માટે ગુજરાતી ગાયકના ગીતના વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને વખાણ કર્યા છે. જેનાથી પર ગાયક ઓસસાણ મીરે પણ પ્રતિક્રિયા આપી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી લોકગાયક ઓસમાણ મીરનું ‘રામજી પધારે’ નામનું ભકિતમય ગીત શેર કર્યુ છે. ઓસમાણ મીરના અવાજમાં રજૂ કરાયેલું આ ગીત સુમધુર છે. ઓસમાણ મીર ગુજરાતના પ્રખ્યાત ગાયક છે. તેમના ગીતો, લોકગીતો, ગરબાના લોકો દિવાના છે. પીએમ મોદીએ તેમનું ગીત રજૂ કરતા લખ્યું કે, અયોધ્યા નગરીમાં શ્રી રામજી પધારવા માટે ઉમંગ અને ઉલ્લાસ છે. ઓસમાણ મીરનું આ મુધર રામ ભજન સાંભળીને તમને દિવ્ય અનુભૂતિ થશે.
ઓસમાણ મીરના ભજનના PM મોદીએ વખાણ કર્યા છે. જેના અંગે ઓસમાણ મીરે કહ્યું કે, શ્રી રામ ભારતભરની આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે અમે ગીત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ગાયુ અને તૈયાર કર્યું. વડાપ્રધાને કલાકારોને પ્રોત્સાહિત કર્યા છે. જેના માટે તેમનો વિશેષ આભાર માનીએ છીએ.
હજી બે દિવસ પહેલા પીએમ મોદીએ ગીતા રબારીનુ ભજન શેર કર્યુ હતું અને લખ્યુ હતું કે, આ ગીત સાંભળીને હું ભાવવિભોર થઈ ગયો છું. જેમના ગીતને પણ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.


