- મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી
- 25મી એ PM મોદી દ્વારકાથી સીધા રાજકોટ AIIMS જશે
- AIIMSનું લોકાર્પણ કરી PM રેસકોર્સમાં સભા સંબોધશે
PM મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી છે. PM મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે. તેમજ 25મી એ PM મોદી દ્વારકાથી સીધા રાજકોટ AIIMS જશે. તેમજ AIIMSનું લોકાર્પણ કરી PM રેસકોર્સમાં સભા સંબોધશે.
વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે 26 કમિટી બનાવી
વડાપ્રધાનના આગમનને લઈ કલેકટરે 26 કમિટી બનાવી છે. PM મોદી 900 કરોડના ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેમજ 24 ફેબ્રુ.એ એન.ડી.એચ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે. લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાનો સંકલ્પ કર્યા બાદ ભાજપે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 40 લાખ જેટલા યુવા મતદારો છે. આ તમામ મતદારો ભાજપ તરફી મતદાન કરે તો 5 લાખની સરસાઇ મેળવવામાં સરળતા રહે અને એટલા માટે યુવાઓને રીઝવવાની જવાબદારી ભાજપે યુવા મોરચાને આપી છે. યુવા મોરચાએ પણ જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે.
26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવા યુવાઓને આકર્ષવા મહત્વના
ગુજરાતની અંદર 18થી 22 વર્ષના 25 લાખ જેટલા મતદારો છે અને 18થી 25 વર્ષના 40 લાખ જેટલા મતદારો છે. યુવા અને મહિલા મતદારોની સંખ્યા સૌથી વધુ છે. પરિણામે આ બંને મતદારોને આકર્ષવા ભાજપ વધુ મહેનત કરશે. ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવા યુવાઓને આકર્ષવા મહત્વના છે.


