- કચ્છના ધોરડો, SoU અને અટલ બ્રિજની મુલાકાતને લઈ ચર્ચા
- પ્રવાસન સ્થળની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ
- PMO દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતનો અંતિમ નિર્ણય લેવાશે
આગામી 9 અને 10 જાન્યુઆરીના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી વાયબ્રન્ટ ના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે.
આ દરમિયાન કચ્છના ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અટલ બ્રિજની મુલાકાતને લઈ ચર્ચા શરૂ થઈ છે. તેમજ આ સાથે વિવિધ કાર્યક્રમોને લઈને તૈયારીઓ તેજ બની છે. પીએમઓ દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતને લઈ આખરી નિર્ણય લેવાશે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી તા.9 જાન્યુઆરીનાં રોજ ગ્લોબલ ટ્રેડ શો નાં કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લો મુકશે.
તા. 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યુ છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.


