- કર્ણાટકના શિવમોગામાં પીએમ મોદી
- યેદિયુરપ્પાના ગૃહ જિલ્લામાં જાહેર સભા
- PM મોદી લોકોનું અભિવાદન ઝીલીને પહોંચ્યા સભા સ્થળે
pm મોદી તેલંગણા બાદ કર્ણાટક પહોંચી ગયા છે.ઓપન જીપમાં તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા. હાજર સૌ કોઇનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. પીએમ મોદીની એક ઝલક નિહાળવા હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કર્ણાટકમાં આ તેમની બીજી જાહેર સભા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ વિસ્તાર કલબુર્ગીમાં શનિવારે પહેલી રેલી હતી.
કોંગ્રેસ જુઠુ બોલવામાં એક્સપર્ટ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પહેલા કોંગ્રેસના લોકો ખોટા વાયદા કરવામાં એક્સપર્ટ થઇ ગયુ છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસ એવુ જ કરી રહી છે. ક્યારેક કેન્દ્રને જવાબદાર ઠેરવે છે તો ક્યારેક મોદીને. કારણ કે કોંગ્રેસની મંનસા લોકોની ભલાઇ કરવાની છે જ નહી. કોંગ્રેસનો એક જ ઇરાદો હોય છે લોકોને લૂંટીને પોતાના ખિસ્સા ભરવા. જ્યારથી કર્ણાટકમાં કોંગ્રેસને મોકો મળ્યો છે.તો કર્ણાટકને પોતાનું એટીએમ બનાવી દીધુ છે. કોંગ્રેસની લૂંટ એટલી વધી ગઇ છે કે સરકાર ચલાવવા પૈસા નથી બચ્યા.આ લૂંટમાં ભાગીદાર થવા માટે ઘણા લોકો લાઇનમાં છે. કોઇ અહીં સીએમ ઇન વેઇટિંગ છે તો કોઇ ફ્યુચર સીએમની રેસમાં છે. તો કોઇ સુપર સીએમ, તો કોઇ શેડો સીએમ છે. આટલા બધા સીએમની વચ્ચે દિલ્હીમાં કલેક્શન મિનિસ્ટર પણ છે તેમ કહીને પીએમ મોદીએ વિપક્ષી પર આકરા પ્રહાર કર્યા હતા.
કર્ણાટકનો ગુસ્સો સમજી શકુ છું- પીએમ મોદી
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે થોડા જ મહિનામાં કોંગ્રેસ સરકારે કર્ણાટકની વિશ્વસનીયતાને મોટો ફટકો આપ્યો છે. હું કર્ણાટકના લોકોનો કોંગ્રેસ પ્રત્યેનો ગુસ્સો જોઈ રહ્યો છું, હું તેમનો ગુસ્સો સમજી શકું છું. કોંગ્રેસ સરકારના આવા વલણ વચ્ચે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ભાજપ-એનડીએ કર્ણાટકની દરેક લોકસભા બેઠક જીતે. એનડીએના સાંસદો કર્ણાટકની જનતાની સેવા કરવા માટે કામ કરશે. તેઓ કેન્દ્રની યોજનાઓને અહીં સારી રીતે લાગુ કરવામાં મદદ કરશે.
‘આ વખતે જનતાએ વીણી વીણીને કોંગ્રેસને સાફ કરવી જોઈએ’
કર્ણાટકની જનતાએ આ લોકસભાની ચૂંટણીમાં વીણી વીણીને કોંગ્રેસને સાફ કરી દેવી જોઇએ. કોંગ્રેસની નીતિઓને કારણે ગરીબો વધુ ગરીબ અને નિરાધાર બન્યા છે. કોંગ્રેસે દેશના ગરીબોને હંમેશા મૂળભૂત સુવિધાઓથી દૂર રાખ્યા છે. છેલ્લા 10 વર્ષમાં ભારતના 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આ શક્ય બન્યું કારણ કે અમે ગરીબોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.


