- પીએમ મોદીનો વારાણસી પ્રવાસનો બીજો દિવસ
- વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત
- મહિલા લાભાર્થીનુ ભાષણ સાંભળીને કરી દીધો સવાલ
પીએમ મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. તેમણે અહીં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ વારાણસીના સેવાપુરીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન ચંદા નામની મહિલા સાથે વાત કરતા પીએમ મોદી મહિલાના ભાષણથી પ્રભાવિત થઇ ગયા હતા.
ચંદાજીને પીએમ મોદીએ કર્યો સવાલ
ચંદા નામની મહિલા લાભાર્થીએ પોતે મેળવેલા લાભ અને તેના ફાયદા અંગે જ્યારે પીએમ મોદી સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેમને અચાનક સવાલ પૂછી લીધો. કે ચંદાજી શું તમે ચૂંટણી લડશો.. આ સાંભળતા જ હાજર સૌ કોઇ આશ્ચર્ય પામ્યા હતા. પછી તે મહિલાનો જવાબ સાંભળીને પીએમ મોદી ખુશ થઇ ગયા અને હાજર સૌ કોઇને તાળીઓ પાડવા કહ્યું હતું.
જવાબ સાંભળીને સૌએ તાળીઓથી વધાવી લીધા
પીએમ મોદીએ પૂછ્યુ કે તમે આટલું સારું ભાષણ આપો છો, તમે ક્યારેય ચૂંટણી લડ્યા છો, શું તમે ચૂંટણી લડશો . આ સવાલના જવાબ પર ચંદા દેવીએ કહ્યું ના સાહેબ. આ સિવાય ચંદા દેવીએ કહ્યું, ‘સાહેબ, આ અમારા માટે ગર્વની વાત છે કે અમે આજે તમારી સામે બોલી શક્યા છીએ. અમે તમારાથી પ્રેરિત છીએ. સાહેબ, તમે જે પણ પ્રયત્નો કરો છો તેની સાથે અમે આગળ વધીએ છીએ.’ જ્યારે પીએમ મોદીએ તેમના બાળકોની સંભાળ અને શિક્ષણ વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે ચંદા દેવીએ કહ્યું, ‘બાળકો સારો અભ્યાસ કરે છે. ગ્રૂપની જવાબદારીની સાથે હું મારા આખા પરિવારનું ધ્યાન રાખું છું.


