- વોઇસ ઓફ યુથ વર્કશોપમાં પીએમ મોદીનું સંબોધન
- પીએમ મોદી વર્ચ્યુલી જોડાયા
- વિકસિત ભારત @2047 વોઇસ ઓફ યુથ પહેલનો કર્યો પ્રારંભ
દિલ્હી રાજભવનમાં વિકસિત ભારત @2047 વોઇસ ઓફ યુથ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી વર્ચ્યુલી જોડાયા હતા. આ ઉપરાંત તમામ રાજ્યપાલ અને શિક્ષણમંત્રી પણ જોડાયા હતા. પીએમ મોદીએ તેમણે સંબોધન કરતા જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પોને લઈને આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું ખાસ કરીને તમામ રાજ્યપાલોને અભિનંદન આપવા માંગુ છું જેમણે વિકસિત ભારતના નિર્માણ સાથે સંબંધિત આ વર્કશોપનું આયોજન કર્યું છે


