- આવી વિકટ પરિસ્થિતિમાં તમે મને દિલ્હી મોકલ્યોઃ PM Modi
- મોદી પર એકપણ કૌભાંડ ચોંટેલું છે ખરુ
- ભારત આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરમાં ભર બપોરે જંગી જનસભા સંબોધી છે. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે આવી વિકટ પરિસ્થિતિમાં તમે મને દિલ્હી મોકલ્યો હતો. 10 વર્ષમાં એકપણ કૌભાંડની ખબર સાંભળી છે ખરી. મોદી પર એકપણ કૌભાંડ ચોંટેલું છે ખરુ. તમને મારા પર ગર્વ થાય છે કે નહી.
ગરીબોનું પેટ ભરાય ત્યારે તે આશીર્વાદ આવે છે
10 વર્ષ પહેલા દેશની સરકાર પરથી ગરીબોએ ભરોસો ગુમાવ્યો છે. કોંગ્રેસની સરકારને ગરીબો માઇબાપ માનતા હતા. કોંગ્રેસ ગરીબોને હંમેશા લટકાવીને, ટટળાવીને રાખતી હતી. ગરીબોને લાગતું હતું કે આ સરકાર અમારી નથી. આજે ગરીબોને લાગે છે કે સરકાર અમારી છે. આજે ગરીબ મા પણ કહે છે કે દિલ્હીમાં મારો દીકરો બેઠો છે. ગરીબ મા કહે છે કે મારો દીકરી મને દિલ્હીથી ભોજન મોકલે છે. ગરીબોનું પેટ ભરાય ત્યારે તે આશીર્વાદ આવે છે.
ભારત આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે
તમને તમારા દીકરાના કામ પર ગર્વ થશે. આખું વિશ્વ ભારતને બોજ સમજતુ હતુ. લોકો કહેતા ભારત પોતે ડુબશે, અમને પણ લઇ ડુબશે. પાડોશીઓ દેશમાં આવી બોમ્બ બ્લાસ્ટ કરતા હતા. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે. આ ડંકો મોદીને કારણે નહીં, તમારા વોટને કારણે છે. તમારા વોટને કારણે મોદી દિલ્હીમાં બેઠો છે. મોટી મોટી કંપનીઓમાં ભારતમાં આવવા હો઼ડ લાગેલી છે. ભારત હવે મોટી તાકાત બની રહ્યો છે. ભારત આતંકીઓને ઘરમાં ઘુસીને મારે છે.


