- બંને ટીમના ખેલાડીઓને PM આપશે શુભેચ્છાઓ
- વડાપ્રધાન મોદી આપશે ફાઈનલ પ્રેઝન્ટેશન
- મેચ બાદ બંને ટીમને રૂબરૂ મળશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે આવી રહ્યા છે. ત્યારે તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી રહી છે. આ વચ્ચે રવિવારે વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચી શકે છે. જેના બાદ તેઓ સાંજ 5 વાગ્યા આસપાસ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી શકે છે.
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવા જઈ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે અને સુરક્ષાથી લઈ મેચ માટેની સાથે સ્ટાર પરફોમન્સ અંગેની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી રવિવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચી શકે છે.
બંને ટીમ સાથે કરશે મુલાકાત
તેમજ શરૂઆતના સમયે બંને ટીમના ખેલાડીઓને વડાપ્રધાન મોદી શુભેચ્છાઓ આપશે. તેમજ મેચ બાદ વડાપ્રધાન મોદીના બંને ટીમના ખેલાડીઓને રૂબરૂ મળશે. તેમજ મેચ પછીના ફાઈનલ પ્રેઝન્ટેશનમાં પણ વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે.
આ વચ્ચે વડાપ્રધાન મોદી રવિવારે મોડી સાંજ મેચ બાદ ગાંધીનગર રાજભવન આવશે. જે પછી તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે એટલેકે સોમવારે સવારે અમદાવાદથી રવાના થશે. આસામ મેઘાલય સહિત બે થી ત્રણ રાજ્યના મુખ્યમંત્રી પણ વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપશે
વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી રહેશે હાજર
આ બંને દેશોની ટીમને પ્રોત્સાહિત કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ પણ ઉપસ્થિત રહેશે. તદ્ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારત સરકારમાંથી ગૃહમંત્રી અમિત શાહ સહિત મંત્રી મંડળના સભ્યો, ભાજપ શાસિત દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શનિવારથી અમદાવાદ આવી પહોંચશે.


