- અંબાજીમાં દર્શન બાદ ખેરાલુમાં જનસભાને સંબોધન કરશે
- ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
- આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે. જેમાં આજે અંબાજીમાં દર્શન બાદ ખેરાલુમાં જનસભાને સંબોધન કરશે. તથા ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમજ આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જેમાં SOUમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અપર્ણ કરશે. તથા રાષ્ટ્રીય એકતા દિવસે પરેડ બાદ તાલીમાર્થી ઓફિસરને સંબોધશે.
SOU પાસે કમલમ પાર્કનું પણ PM મોદી લોકાર્પણ કરશે
SOU પાસે કમલમ પાર્કનું પણ PM મોદી લોકાર્પણ કરશે. તેમજ એકતાનગરમાં 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે. જ્યારે PM મોદી અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. અંબાજીમાં PM મોદીના આગમન પૂર્વે 900 દીવાની મહાઆરતી કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં PM મોદી સૌથી મોટા શ્રીયંત્રનું લોકાર્પણ કરશે. તેમજ PM મોદીનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવશે. મંડાલી અને સનાલી ગામના લોકો નૃત્ય અને ભજનથી સ્વાગત કરશે. PMના આગમનને લઈ ચાચર ચોકની સફાઈ કરાઈ છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. PM મોદીની અંબાજી મુલાકાતને લઈ સરહદ પર કડક ચેકીંગ છે.
અંબાજીમાં ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત
અંબાજીમાં ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત છે. ચીખલા હેલિપેડ પર વારંવાર હેલિકોપ્ટરની લેન્ડિંગ ડ્રીલ થઇ રહી છે. 4 પાયલટ દ્વારા હેલિપેડ પર લેન્ડિંગની ડ્રીલ કરવામાં આવી છે. SPG માટે 30થી વધુ ગાડીઓ હેલિપેટ પાસે મુકાઈ છે. SOG, SPG, LCB ગુજરાત પોલીસના 2000 જવાનો ખડેપગે છે. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અંબાજી મંદિરમાં પહોંચ્યું છે. જેમાં અંબાજી મંદિરના નૃત્ય મંડપ નીચે મુકવામાં આવ્યું છે. રૂપિયા 1 કરોડના ખર્ચે શ્રી યંત્ર બનાવવામા આવ્યુ છે. જય ભોલે ગ્રુપ દ્વારા 4 મહિનાની અંદર બન્યું છે. આજે 30 ઓકટોબરે પીએમ મોદી શ્રી યંત્રનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. તેમજ મહેસાણાના ખેરાલુમાં 9 વર્ષ બાદ PM મોદીની સભા છે. જેમાં 5866 કરોડના 16 વિકાસના કામોની વડાપ્રધાન ભેટ આપશે. મહેસાણા જિલ્લાને 3724 કરોડના 6 વિકાસના કામોની ભેટ આપશે. 3154 કરોડના ભાન્ડુ – સાણંદ રેલવે કોરિડોર પ્રોજેક્ટની ભેટ આપશે. 375 કરોડના કટોસન – બહુચરાજી રેલવે લાઈન પ્રોજેક્ટની પણ ભેટ આપશે. કરોડોના 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
ખેરાલુના ડભોડામાં સભાને લઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરાઇ
ખેરાલુના ડભોડામાં સભાને લઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. ડભોડામાં વિશાળ સભામંડપ અને 4 હેલીપેડ તૈયાર કરાયા છે. PM મોદીના કાર્યક્રમને લઈ ખેરાલુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. તેમજ મહેસાણામાં PM મોદીના કાર્યક્રમને લઈ લોખંડી બંદોબસ્ત છે. 9 વર્ષ બાદ ખેરાલુમાં PM ના કાર્યક્રમને લઈ ઉત્સાહ છે. જેમાં 17 DYSP, 46 PI, 131 PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે. 6 SP સહિત 1871પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે. ખેરાલુમાં કાર્યક્રમની તૈયારીના ભાગરુપે રિહર્સલ થઇ છે.
અંબાજી મંદિર પહોંચી ત્યાં પૂજાઅર્ચના કરી તેમના પ્રવાસની શરૂઆત કરશે
વડાપ્રધાનના નક્કી થયેલા શિડયુઅલ મુજબ તેઓ આજે સવારે સાડા દસ વાગે અંબાજી મંદિર પહોંચી ત્યાં પૂજાઅર્ચના કરી તેમના પ્રવાસની શરૂઆત કરવાના છે. ત્યાંથી તેઓ બપોરે 12 વાગે મહેસાણા જિલ્લાના ડભોડા ગામે ઉત્તર ગુજરાતના 6 જિલ્લા-અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને પાટણ તેમજ મહીસાગર જિલ્લાને આવરી લેતા રૂ.5,950 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભા પણ સંબોધશે. બાદમાં તેઓ રાજભવનના ઉતારા ઉપર પહોંચી ત્યાં રાતવાસો કર્યા બાદ બીજા દિવસે સરદાર જયંતીએ યુનિટી સ્ટેચ્યૂ ખાતે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યાંથી તેઓ બપોરે લગભગ બે વાગે વડોદરા થઈ દિલ્હી પરત જવાના છે.