અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયે વિશ્વભરના દેશો પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ લગભગ 60 દેશો પર ટેરિફ લાદી છે. ટ્રમ્પના નિર્ણય પર ઘણા દેશો મૌન છે. તો ચીન સહિત કેટલાક દેશોએ નારાજગી વ્યક્ત કરી છે અને અમેરિકા પર જવાબી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ સહયોગી દેશ ઈઝરાયેલે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીતનો માર્ગ પસંદ કર્યો છે.
નેતન્યાહુ ટ્રમ્પ પાસેથી ટેરિફ પર મુક્તિ માંગશે
ડૉનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ પર 17 ટકા ટેરિફ લાદી છે. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ ટ્રમ્પ સાથે આ અંગે ચર્ચા કરવા અમેરિકા જઈ રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સોમવારે અમેરિકાની મુલાકાત લઈ શકે છે. આવી સ્થિતિમાં ટેરિફના મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળનાર તેઓ પ્રથમ વિદેશી નેતા બની શકે છે. તેઓ અહીં વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળે તેવી શક્યતા છે. ટેરિફ ઉપરાંત નેતન્યાહૂ ટ્રમ્પ સાથે ઈરાનના પરમાણુ સંકટ અને ગાઝા પર પણ ચર્ચા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના વલણને જોઈને ઈઝરાયેલે અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ટેરિફ હટાવવાની જાહેરાત કરી દીધી હતી. ઇઝરાયેલ સરકારને આશા હતી કે તે આમ કરીને અમેરિકન ટેરિફ ટાળશે. પરંતુ ટ્રમ્પે પણ ઇઝરાયેલ પર 17 ટકા ટેરિફ લાદ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે નેતન્યાહુએ ટેરિફ વિશે વાત કરી. ત્યારે ટ્રમ્પે તેને ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસ બોલાવ્યા. ઇઝરાયેલના અધિકારીઓ અને વ્હાઇટ હાઉસના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સોમવારે વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે.
પ્રવાસની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી
યુ.એસ.ની આ મુલાકાત સાથે, નેતન્યાહૂ પ્રથમ વિદેશી નેતા બનશે જેઓ યુએસ પ્રમુખની નવી ટેરિફ નીતિ પર ટ્રમ્પ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરશે. જેમાં ઇઝરાયેલી સામાન પર 17% ટેરિફનો સમાવેશ થાય છે. નેતન્યાહુની ઓફિસે મુલાકાતની પુષ્ટિ કરી નથી. પરંતુ વ્હાઇટ હાઉસના એક અધિકારી અને ત્રણ ઈઝરાયેલના અધિકારીઓએ ખાનગી એજન્સીને આ પ્રવાસની પુષ્ટિ કરી છે.


