- રાજસ્થાન ચૂંટણી માટે ભાજપે તેજ કર્યો ચૂંટણી પ્રચાર
- ઉદયપુરના બલિચામાં પીએમ મોદીએ કરી જાહેરસભા
- કન્હૈયાલાલ હત્યાકાંડ યાદ કરીને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદયપુર પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના ઉદયપુરના બલિચામાં જનસભાને સંબોધિત કરી.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉદયપુરમાં કન્હૈયાલાલ સાથે જે ઘટના બની તે કોંગ્રેસ સરકાર પર એક મોટો ડાઘ છે. જેના કારણે અહીં આવી ઘટના બની છે. કારણ કે, અહીં એક સરકાર છે જે આતંકવાદીઓને સમર્થન આપે છે. રાજસ્થાનમાં આવી સ્થિતિ ક્યારેય બની નથી જે આપણે પાંચ વર્ષમાં જોઈ છે. કોણે વિચાર્યું હશે કે રામ નવમીની યાત્રા પર પ્રતિબંધ આવશે, પરંતુ અહીંની સરકારે આવું કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજસ્થાનમાં રામ નવમી યાત્રા ન કાઢવા દેવામાં આવી, પરંતુ, આતંકવાદી PFI સંગઠને પોલીસ સુરક્ષામાં અહીં રેલી કાઢી. તેમણે કહ્યું કે આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી સરકાર રાજસ્થાનને બરબાદ કરી નાંખશે.
ડૂબી મારો કોંગ્રેસના લોકો
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ પર અંકુશ લાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે. કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન પર કોંગ્રેસના મંત્રીઓ મજાકમાં કહે છે કે આ મર્દોનું રાજ્ય છે. તમે માત્ર રાજસ્થાનની મહિલાઓનું જ નહીં પરંતુ રાજસ્થાનના પુરુષોનું પણ અપમાન કર્યું છે. આ કોંગ્રેસની સાચી વિચારસરણી છે. કોંગ્રેસના લોકોને ડૂબાવો, ડૂબીને મરી જાઓ.