- જયપુરે પુનેરી પલ્ટનને પાછળ છોડીને ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું
- પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં આજે 1000મી મેચ રમાઈ
- જયપુરે પુનેરી પલ્ટનને પાછળ છોડીને ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું
પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં આજે 1000મી મેચ રમાઈ હતી. જેમાં બંગાળ વોરિયર્સનો વિજય થયો હતો. પ્રથમ મેચમાં બંગાળ વોરિયર્સે બેંગલુરૂ બુલ્સને 35-29ના માર્જીનથી હરાવ્યું હતું. બંગાળ માટે કેપ્ટન મનિન્દર સિંહે 9 પોઈન્ટ બનાવ્યા જ્યારે ડિફેન્સમાં શુભમ શિંદેને 7 પોઈન્ટ મળ્યા. બીજી મેચમાં જયપુર પિંક પેન્થર્સે -મુમ્બાને 31-29 થી હરાવ્યું. મેચ શરૂ થયાની ત્રણ મિનિટ બાદ સ્કોર 2-2 હતો. આ પછી બુલ્સે વધુ બે પોઈન્ટ લીધા અને પછીના રેઈડમાં મનિન્દરને આઉટ કરીને 5-2ની લીડ લીધી. સાતમી મિનિટે બંને ટીમો માટે કરો યા મરો રેઈડ આવ્યા અને બંગાળ બંને પ્રસંગોએ સફળ રહ્યું.
બંગાળે સ્કોર સરભર કર્યો
બંગાળે 34મી મિનિટે સ્કોર સરભર કર્યો હતો. દરમિયાન શુભમે નીરજને આઉટ કરીને બંગાળને ફરી આગળ કર્યું હતું. શુભમે તેનું હાઈ-5 પૂરું કર્યું હતું. બંગાળે બીજી વખત બુલ્સને ઓલઆઉટ કરીને 32-27ની લીડ મેળવી હતી. મનિન્દરએ 39મી મિનિટે બે પોઈન્ટ રેઈડ કરીને બંગાળની જીત પર મહોર મારી હતી. આ સિઝનમાં બંગાળની 13 મેચોમાં આ છઠ્ઠી જીત છે અને બુલ્સની આટલી મેચોમાં આઠમી હાર છે. બંગાળ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
જયપુર પિંક પેન્થર્સ અને યુ-મુમ્બા વચ્ચે રમાઇ બીજી મેચ
બીજી મેચની શરૂઆતમાં જયપુર પિંક પેન્થર્સ અને યુ-મુમ્બા વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. સ્પર્ધા ધીમે ધીમે આગળ વધી. પહેલા હાફ સુધી સ્થિતિ એવી જ રહી. સ્કોરલાઈન 13-14 રહી અને જયપુરની ટીમ એક પોઈન્ટ પાછળ હતી. આ પછી બીજા હાફમાં જયપુરે ઉત્સાહ બતાવ્યો.
જયપુરની જીત
અજિતે જયપુરને 4 પોઈન્ટ રેઈડ સાથે આગળ કરી લીધું. સેકન્ડ હાફમાં પણ સાહુલનું સુપર ટેકલ જોવા મળ્યું હતું. જોકે, યુ મુમ્બાના ડિફેન્સ અને રેડ વિભાગે સમાન રીતે જવાબ આપ્યો હતો. જયપુર માટે અર્જુન દેશવાલે સુપર 10 ફટકાર્યો હતો. જયપુરની ટીમે અંતે 31-29થી મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં હોમ સ્ટેડિયમમાં જયપુરની આ સતત ત્રીજી જીત છે. 53 પોઈન્ટ સાથે જયપુરે પુનેરી પલ્ટનને પાછળ છોડીને ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.


