- સીઆઇટી અપીલમાં ત્રણ વર્ષ સુધી ચુકાદાના ધાંધિયા
- ડિડક્ટરને રિવાઇઝ રિર્ટન ફાઇલ કરવાની છૂટ આપવા GCCIની રજૂઆત
- આધાર કાર્ડ લિંક નથી એવી રેડ ફ્લેગ આવી જાય તો કરેક્ટીવ મેસેજ થઇ શકે
ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક થઇ શકાતા નહિ હોવાથી કરદાતાઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. કેટલીક વાર એવુ બને છે કે, કપાત કરનારે ટીડીએસ કાપીને ભરાવી દીધો હોય અને ડિડકટર દ્રારા પછીના મહિનાઓમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવામા આવે તો આવી પરિસ્થિતિમાં ડિડકટરને ડિફોલ્ટ નોટિસ આપીને ડિમાન્ડ ઉભી કરવામા આવે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેને સીબીડીટીને પત્ર લખીને રજૂઆત કરી છે ટીડીએસ રિર્ટિન ફાઇલ કરતી વખતે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી એવી રેડ ફ્લેગ આવી જાય તો કરેક્ટીવ મેસેજ થઇ શકે. ડિડકેટરને રિવાઇઝ રિટર્ન ભરવાની છુટ આપવામા આવે તો 20 ટકા ઊંચા રેટ પરથી ભરવાની જવાબદારી ન આવે. ટેકસ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યુ કે, લેખિતમાં સબમીશન થઇ ગયા પછા પણ કરદાતાઓને સીઆઇટી અપિલનુ સ્ટેટસ ખબર પડતુ નથી. ઘણીવાર બે ત્રણ વર્ષ સુધી ચુકાદા આવતા નથી.અધિકારીઓ માટે એક અપીલ ડિસ્પોઝ કરવા માટેની મુદત નક્કી કરવી જોઇએ અને સમય મર્યાદામાં ચુકાદા ના આવે તો તેમની જવાબદારી ગણવી જોઇએ.ઓનલાઇન ટ્રેડિંગ સિસ્ટમ ઓનલાઇન ટ્રેકીગ સિસ્ટમ બનાવવામા આવે જેથી અપીલનું હાલમાં સ્ટેટસ કરતા ખબર પડી સકે. આવકવેરાને લગતી વિવિધ ફરિયાદો અને સૂચનો માટે કેન્દ્રો પર નોડલ અધિકારીઓ નિમવા જોઇએ. વસિયતનામામાં જો પ્રાઇવેટ ડિસક્રેશનરી ટ્રસ્ટ બનાવવામા આવેલ હોય તો તેની કરપાત્રતાને લગતા પ્રશ્નો મૂંઝવણ ભર્યા છે. વસિયતનામા દ્રારા આવુ ટ્રસ્ટ બનાવી શકાય છે જેને વ્યક્તિ તરીકે આકારણી કરપવી પડે. પરતુ પાનકાર્ડ અને આધારકાર્ડની અરજી કરતી વખતે ટ્સ્ટ હોવાને કારણે એઓપી દર્શાવવુ પડે છે અને આવકવેરાનુ રિટર્ન પણ એઓપી તરીકે ભરવુ પડે છે. પરિણામે આવા રિટર્નનુ મુલ્યાકંન પણ એઓપી તરીકે થાય છે. તેમણે જણાવ્યુ કે, જો કરદાતાનુ વર્ષ દરમ્યાન મુત્યુ થાય અને તેના નામે ટીડીએસ કાપવાનુ ચાલુ રહે અને વિલ પ્રમાણે આવી ઇન્કમને કાયદેસર વારસદારોની ગણાય અને ટીડીએસની ક્રેડિટ પણ આવા કાયદેસર વારસદારોને આપવામા આવતી નથી.


