- દિલ્હી વિધાનસભાના બજેટ સત્રને લઇ AAP MLA સંજીવ ઝાએ કરી દરખાસ્ત
- 7-9 માર્ચે તહેવાર સંબંધિત કાર્યક્રમોને લઇ સત્ર સ્થગિત કરવા ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો
- ગૃહની કાર્યવાહી 9 માર્ચ શનિવારના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઇ
દિલ્હી વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. AAP ધારાસભ્ય સંજીવ ઝાએ દરખાસ્ત કરી હતી કે 7 અને 9 માર્ચે તહેવાર સંબંધિત કાર્યક્રમોને કારણે સત્ર સ્થગિત કરવામાં આવે. જે અંગે ગૃહમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. નાણા મંત્રી આતિશીએ 2024-25 માટે 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે, તહેવારો સંબંધિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને, AAP ધારાસભ્ય સંજીવ ઝાએ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ગૃહની કાર્યવાહી 7 અને 9 માર્ચે સ્થગિત કરવામાં આવે. જે બાદ ગૃહમાં પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. ગૃહની કાર્યવાહી 9 માર્ચ શનિવારના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
દિલ્હી વિધાનસભાનું 2024નું બજેટ સત્ર 15 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. જો કે સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો અને વિરોધ કર્યો હતો. દરમિયાન, સોમવારે દિલ્હી સરકારના નાણા મંત્રી આતિશીએ 2024-25નું બજેટ રજૂ કર્યું. આ સત્ર માટે કેજરીવાલ સરકારે કુલ 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે.


