ખેડા જિલ્લામાં ગુજરાતના કડક દારૂબંધીના કાયદાનો જાહેરમાં ભંગ થતો હોવાનું એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. ચકલાસી ગામમાં એક જન્મદિવસની ઉજવણી દરમિયાન બિયરની ખુલ્લેઆમ પાર્ટી યોજાઈ હતી. આ ઘટના ગનીભાઈ નામના એક વ્યક્તિની બર્થ ડે પાર્ટીની હોવાનું સામે આવ્યું છે. ઉજવણીમાં જોડાયેલા તમામ લોકોના હાથમાં બિયરના ટીન સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.
વીડિયો વાયરલ
દારૂબંધી હોવા છતાં જાહેરમાં બિયર પીવાના આ દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ખુલ્લેઆમ દારૂ-બિયરની મહેફિલ યોજાઈ હોવા છતાં પોલીસને તેની જાણ ન થવી અથવા જાણ થઈ હોય તો પણ કાર્યવાહી ન કરવી એ સૂચવે છે કે દારૂ-બિયરના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ તંત્રની આંખો બંધ છે. ખેડા પોલીસ દારૂબંધીનો ભંગ કરનારા આ તત્વો સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Vadodara માં પત્નીના ત્રાસથી પતિનો આપઘાત, પિતાને વોટ્સઅપ કરી મૃત્યુનું કારણ જણાવ્યું, પોલીસે તપાસ શરૂ કરી


