- ન્યૂટ્રીએન્ટ્સથી ભરપૂર છે ખીચડી
- ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી રાખે છે ખીચડી
- બોડી ડિટોક્સ કરીને ડાયજેસ્ટિવ સિસ્ટમને સુધારે છે
ખીચડી એક એવું ભોજન છે જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તે ટેસ્ટી અને હેલ્ધી હોવાથી તમામ લોકો તેને ખાવાનું પસંદ કરે છે. તે હેલ્થને અનેક ફાયદા પણ આપે છે. તેને તૈયાર કરવામાં કોઈ મુશ્કેલી આવતી નથી અને સાથે જ એક્સપર્ટ તેના સેવનની સલાહ આપે છે કેમકે અનેક મોટી બીમારીથી બચાવે છે.
ન્યૂટ્રીએન્ટ્સથી ભરપૂર છે ખીચડી
ખીચડીની સૌથી ખાસ વાત એ છે કે તેને બનાવવાનું સરળ હોય છે. સામાન્ય રીતે ખીચડીને દાળ અને ચોખાથી બનાવવામાં આવે છે. પણ તેમાં સ્વાદ અને પોષણને માટે શાક અને ઘીમાં બનાવવામાં આવે છે. ખીચડી પચવામાં સરળ હોય છે. તેને ડાયટમાં સૌથી હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, હેલ્ધી ફેટ સહિત સંતુલિત મેક્રોન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે શરીરને ફાયદો આપે છે.
જાણો ખીચડી ખાવાના 5 મોટા ફાયદા
1. ડાયજેસ્ટિવ સિસ્ટમ રહેશે સારી
ખીચડી એક એવું ભોજન છે જે સારી રીતે પચી જાય છે. અનેક ચીજોને ખાવાથી તમારા આંતરડાની દિવાલોમાં બળતરા થાય છે પણ જો તમે ખીચડી ખાઓ છો તો એવું નહીં થાય. તે હળવું ભોજન છે આ માટે તેનું સેવન ફાયદો આપે છે.
2. ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ
આયુર્વેદના અનુસાર ખીચડીનું સેવન શરીરમાં ઉર્જાને સંતુલિત રાખે છે. ખીચડીનો ત્રિદોષના રૂપમાં ઉલ્લેખ કરાય છે કેમકે તેમાં વાત, પિત્ત, કફને સંતુલિત કરવાની ક્ષમતા હોય છે.
3. બોડીને કરે છે ડિટોક્સ
ખીચડીનું સેવન શરીરને ડિટોક્સીફાઈ કરે છે. ખાવા પીવાની કેટલીક ચીજો શરીરના વિષાક્ત પદાર્થો જમા કરી દે છે. બોડીને ડિટોક્સ કરવા માટે તમે ખીચડીનું સેવન કરી શકો છો.
4. વજન કંટ્રોલ કરવામાં અસરકારક
ખીચડીમાં કેલેરી અને ફેટનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી વેટ લોસમાં પણ મદદ મળે છે. ફાઈબરનું પ્રમાણ વધારે હોવાના કારણે ખીચડી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. વજન ઘટાડવા ઈચ્છો છો તો ડાયટમાં ખીચડીને સામેલ કરો.
5. ડાયાબિટીસથી થશે બચાવ
જો તમને સાબુદાણાની ખીચડી પસંદ છે તો તે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે. તે શરીરમાં ઈન્સ્યુલિનને મેન્ટેન કરવામાં મદદ કરશે અને સાથે ડાયાબિટીસના દર્દીને માટે તેનું સેવન લાભદાયી રહે છે.