- પાવરગ્રીડની વીજલાઈનનો વિવાદ વકર્યો
- ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત
- વીજલાઈનના વિરોધમાં હતા ખેડૂતો
વલસાડ જિલ્લાના ગોઈમા ગામેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસ દ્વારા 50થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ખેડૂતો પાવરગ્રીડની હાઈટેન્શન પાવરલાઈનના વિરોધ માટે મળ્યા હતા. તેમણે આ પાવરલાઈનના વિરોધમાં એક મીટિંગ યોજી હતી. જેની માહિતી મળતા પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી લીધી છે.
આ ઘટનાની વધુ વિગત અનુસાર વલસાડ જિલ્લાના ગોઈમા ગામે પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે અને તેમને તમામને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. હકીકતે પાવરગ્રીડ માટે નંખાઈ રહેલી હાઈટેન્શન વીજલાઈનના વિરોધમાં ખેડૂતોએ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આ ખેડૂતો આ વિરોધ પ્રત્યેનો આગળનો એજન્ડા ચર્ચવાના હતા, જો કે તેમની મુરાદ બર આવે તેની પહેલા જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને 50થી વધુ ખેડૂતોની અટકાયત કરીને તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાથી વલસાડ જિલ્લાનું આતંરિક રાજકારણ પણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે.
હાઈટેન્શન વીજલાઈનના લીધે ખેડૂતોને તેમના ખેતરોમાં જવાનો પણ ભય લાગતો હોય તે સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે કોઈ અનહોનીથી આ વાયર જો ભૂલથી પણ સ્પર્શે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. આ ઉપરાંત આ ખેતરમાં કામ કરી રહેલા માણસો અને માલિકો માટે પણ જોખમકારક પુરવાર થઈ શકે તેમ છે તેમજ પાકને પણ કોઈ કારણવશ જો આગ ફાટી નીકળે તો મોટું નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે. તેથી ખેડૂતો હાઈટેન્શન વીજલાઈનનો વિરોધ કરી રહ્યા હોય તેવું સંભવ છે. આમ હાલમાં વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને તેમને પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે.


