- કેનેડામાં ખંડણીની ધમકી માથાનો દુખાવો બની
- સરકાર ખંડણીને લઈ કોઈ નક્કર પગલાં લે તેવી માંગ
- હિંદુ સમુદાયે પ્રદર્શન કરી વિરોધ ઠાલવ્યો
કેનેડામાં શનિવારે હિંદુ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુ સમુદાયના લોકોએ વર્તમાન કાયદો અને વ્યવસ્થા પર ચિંતા દર્શાવી લોકોને મળતી ખંડણીની ધમકીઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. વિરોધ પ્રદર્શનનું આયોજન વૈદિક હિંદુ કલ્ચરલ સોસાયટીએ કર્યું હતું.
કેનેડામાં તાજેતરમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘણી ઘટનાઓ બની હતી. ગત 27 ડિસેમ્બરે કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિર સમિતિના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘરે ફાયરિંગની ઘટના બની હતી. હિન્દુ સમુદાયના લોકોને ખંડણી માટે ધમકીઓ મળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. લોકો કહે છે કે ‘ખંડણીને લઈ હુમલો કરવામાં આવશે તેવી ધમકીઓથી ડરાવે છે.’ લક્ષ્મી નારાયણ મંદિર સમિતિના પ્રમુખ સતીશ કુમારનું કહેવું છે કે ‘ખંડણી સંબંધિત ધમકીઓથી સમગ્ર હિન્દુ સમુદાય ડરી ગયો છે. અનેક લોકોને ધમકીઓ મળી છે. મને ખબર પડી છે કે ધમકીભર્યા ફોન આવ્યા બાદ ઘણા લોકોએ પૈસા પણ આપ્યા છે.’
કેનેડા પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી
સમુદાયના અન્ય એક વેપારીએ કહ્યું, ‘મારા બાળકો ડરી ગયા છે. મારા માતા-પિતા પણ ખૂબ ડરી ગયા છે. તે ઇચ્છતો પણ નથી કે હું ઘર છોડું. ગયા વર્ષે નવેમ્બરમાં કેનેડિયન પોલીસે દાવો કર્યો હતો કે એક ભારતીય ગેંગ ભારતીય મૂળના લોકો પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે. આ અંગે અનેક વેપારીઓને પત્રો મોકલવામાં આવ્યા છે. પત્રમાં ભારતીય મૂળના લોકોને એક મહિનામાં ખંડણીની રકમ ચૂકવવાની ધમકી આપવામાં આવી છે. જે લોકો ખંડણી નહીં આપે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કેનેડા પોલીસે હિન્દુ સમુદાયને મળી રહેલી ધમકીઓના સંદર્ભમાં કેટલાક લોકોની ધરપકડ કરી છે પરંતુ સમુદાયના લોકો આને પૂરતું નથી માનતા. કેનેડાના લગભગ ત્રણ રાજ્યોમાં ભારતીય મૂળના લોકોને ખંડણી માંગવાની ધમકી આપવામાં આવી છે.


