મંગળવારે પાકિસ્તાન સુપર લીગમાં કંઈક વિચિત્ર ઘટના બની, જ્યાં એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા. આ ઘટના મુલ્તાન સુલ્તાન્સ અને લાહોર કલંદર્સ વચ્ચેની મેચમાં બની હતી.
જ્યારે બોલર ઉબૈદ શાહે વિકેટ લીધા પછી જે વિચિત્ર સેલિબ્રેશન કર્યું હતું, તેમાં એક અલગ જ વળાંક આવ્યો હતો. અહીં, ઉબૈદે સેમ બિલિંગ્સને બોલિંગ કરતા કામરાન ગુલામના શાનદાર કેચને કારણે બેટ્સમેનને આઉટ કર્યો.
ભૂલથી માથા પર મારી થપ્પડ
આઉટ થયા પછી, શાહે વિકેટકીપર ઉસ્માન ખાનને તેનો સામાન્ય હાઈ-ફાઈ આપવાને બદલે ભૂલથી માથા પર થપ્પડ મારી દીધી. થપ્પડ વાગતાની સાથે જ ઉસ્માન તરત જ જમીન પર પડી ગયો. આ અદ્ભુત ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
બિલિંગ્સની વિકેટથી મેચથી પલટાઈ ગઈ મેચ
બિલિંગ્સની વિકેટ મુલ્તાન સુલ્તાન્સ માટે મહત્વપૂર્ણ હતી, કારણ કે તે મેચ મુલતાન પાસેથી છીનવી રહ્યો હતો. તેને 23 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ તેના આઉટ થવાથી લાહોરની મુશ્કેલીઓ વધી ગઈ અને અંતે, મુલતાન 33 રનથી મેચ જીતી ગયું.
ઉબૈદે શાહે કરી શાનદાર બોલિંગ
ઉબૈદ શાહ કદાચ પોતાના સાથી ખેલાડીને આકસ્મિક રીતે મારવા બદલ ટ્રોલ થઈ રહ્યો હશે, પરંતુ તેને શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને ચાર ઓવરમાં 37 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી. બિલિંગ્સ સિવાય તેને ઓપનર ફખર ઝમાન અને ડેરિલ મિચેલની મોટી વિકેટ લીધી. જો આ બે બેટ્સમેનમાંથી કોઈ એકે અંત સુધી બેટિંગ કરી હોત તો ચોક્કસપણે મુલતાન ટીમની મુશ્કેલીઓ વધી હોત.


